આશા આનંદ
ઔષધો : સ્વાયત્ત ચેતાતંત્રીય
ઔષધો : સ્વાયત્ત ચેતાતંત્રીય (autonomic nervous system drugs) : સ્વાયત્ત અથવા અનૈચ્છિક ચેતાતંત્રીય ક્રિયાઓ પર અસર કરતી દવાઓ. સ્વાયત્ત ચેતાતંત્ર હૃદય, લોહીની નસો, અંત:સ્રાવી અને બહિ:સ્રાવી ગ્રંથિઓ, કીકી, અવયવો તથા અરેખાંકિત (smooth) સ્નાયુઓના કાર્યનું નિયમન કરે છે તથા શરીરની અંત:સ્થિતિ(milieu interior)ની જાળવણી કરે છે. તેના ચાલક (motor) ભાગનું અનુકંપી (sympathetic)…
વધુ વાંચો >કાર્બામેઝેપિન (ઔષધ)
કાર્બામેઝેપિન (ઔષધ) : ચહેરા પર ત્રિશાખી ચેતાપીડ (trigeminal neuralgia) પ્રકારના દુખાવાની તથા આંચકી અથવા ખેંચની સારવારમાં વપરાતું ઔષધ. તે ઇમિનોસ્ટિલ્બેનમાંથી મેળવવામાં આવે છે અને તેમાં પાંચમા સ્થાને કાર્બામિલ જૂથ આવેલું છે. તે રાસાયણિક રીતે ત્રિચક્રી ખિન્નતારોધક (tricyclic antidepressant) ઔષધોને મળતું આવે છે. આંચકી અથવા ખેંચથી થતા અપસ્માર (epilepsy) રોગમાં તેનો…
વધુ વાંચો >કૅન્સર – બહુસ્થાની મજ્જાર્બુદ(multiple myeloma)નું
કૅન્સર, બહુસ્થાની મજ્જાર્બુદ(multiple myeloma)નું : હાડકાના પોલાણમાં આવેલી અસ્થિમજ્જામાં પ્લાઝમાકોષોનું એકકોષગોત્રી (monoclonal) સંખ્યાવૃદ્ધિથી થતું કૅન્સર. તેને બહુમજ્જાર્બુદ પણ કહે છે. તે લોહી બનાવતી પેશીઅસ્થિમજ્જા(bone marrow)-ના કોષોનું હાડકાંને અસરગ્રસ્ત કરતું કૅન્સર છે. હાડકાંના બહારના કઠણ ભાગને બાહ્યક (cortex) કહે છે. હાડકાંના પોલાણમાં માવા જેવી મૃદુપેશી હોય છે. તેને અસ્થિમજ્જા કહે છે.…
વધુ વાંચો >