આરતી ત્રિવેદી

ઓખાહરણ

ઓખાહરણ : ઉષા-અનિરુદ્ધની પૌરાણિક કથા, જેના પરથી ગુજરાતીમાં પ્રેમાનંદ આદિ કવિએ આખ્યાનો રચ્યાં છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જે કથાઓ લોકપ્રિય હતી, એમાંની એક ઓખા/ઉષાની કથા છે. એ સમયના ઘણા કવિઓએ યથાશક્તિમતિ ઓખાની કથાને રસમય બનાવવાની કોશિશ કરી છે. આ પૌરાણિક કથા હરિવંશપુરાણના વિષ્ણુપર્વના 116થી 128મા અધ્યાયમાં અને શ્રીમદભાગવતના દશમસ્કંધના ઉત્તરાર્ધમાં…

વધુ વાંચો >

મામેરું

મામેરું : ગુજરાતી કવિ પ્રેમાનંદરચિત આખ્યાન. રચનાસાલ 1683. મધ્યકાળના શ્રેષ્ઠ આખ્યાનકવિ લેખાતા પ્રેમાનંદે ભક્ત-કવિ નરસિંહના કેટલાક કટોકટીભર્યા જીવનપ્રસંગોને આખ્યાનબદ્ધ કર્યા છે. નરસિંહ-પુત્રી કુંવરબાઈના સીમંત-પ્રસંગનું પ્રેમાનંદે રચેલું ‘કુંવરબાઈનું મામેરું’ એ ભક્તની અચલ પ્રભુશ્રદ્ધા તથા ભગવાનની ભક્તાધીનતા દર્શાવતું મનોરમ આખ્યાનકાવ્ય છે, જેમાં પુરોગામીઓનો ઠીક ઠીક પ્રભાવ ઝિલાયો છે. ભાઈ-ભાભી સાથે રહેતા નરસિંહ…

વધુ વાંચો >

સિંહાસનબત્રીસી

સિંહાસનબત્રીસી : ગુજરાતમાં પ્રચલિત કથાઓમાં રાજા વિક્રમના સિંહાસન સાથે સંકળાયેલી કથાશ્રેણી. મધ્યકાલીન ગુજરાતીના વિપુલ કથાસાહિત્યમાં રાસા, પદ્યકથાઓ, ચરિત અને બાલાવબોધોમાં તો કથાઓ છે જ, ઉપરાંત કથાપ્રધાન એવી કૃતિઓ પણ છે. તેમાં સિંહાસનબત્રીસીની કથાઓ જાણીતી છે. રાજા ભોજને એક વિશિષ્ટ સિંહાસન મળે છે અને એ એના પર આરૂઢ થવા જાય છે,…

વધુ વાંચો >

સુદામાચરિત્ર

સુદામાચરિત્ર : ભગવાન શ્રીકૃષ્ણ સાથે સખ્યભક્તિથી જોડાયેલા તેમના બાલસખા સુદામાની ચરિત્ર-કથા. તે ભાગવતના દશમસ્કંધના 8081મા અધ્યાયમાં મળે છે. ભાગવતમાં સુદામાનો ‘કોઈ બ્રાહ્મણ’ તરીકે, કૃષ્ણના ગરીબ, બ્રાહ્મણ બાળમિત્ર તરીકે અને પછી ‘કુચૈલ’ તરીકે ઉલ્લેખ છે; પરંતુ ‘સુદામા’ એવો નામોલ્લેખ નથી. કૃષ્ણ-સુદામાની મૈત્રીને મધ્યકાળમાં વિવિધ કવિઓએ કાવ્યરૂપ આપ્યું છે. નરસિંહનું ‘સુદામાચરિત્ર’ પદમાળા…

વધુ વાંચો >