આઝાદ પૃથ્વીસિંહ બાબા

આઝાદ, પૃથ્વીસિંહ બાબા

આઝાદ, પૃથ્વીસિંહ બાબા (જ. 15 સપ્ટેમ્બર 1892, લાલડુ, જિ.મોહાલી, પંજાબ; અ. 5 માર્ચ 1989) : ભારતીય ક્રાંતિકાર, વ્યાયામપ્રવૃત્તિના અગ્રણી પ્રવર્તક. પિતા મ્યાનમાર(બર્મા)માં વેપારી હતા. પૃથ્વીસિંહે શાળામાંથી અભ્યાસ છોડી દીધો હતો. યુવાવસ્થામાં આર્યસમાજી વિચારો અપનાવી ક્રાંતિકારી બનવાનો નિર્ધાર કર્યો. અત્યાચારી સાથે અથડામણો થશે એમ ધારી સાહસિકતા કેળવી અને શારીરિક બળપ્રાપ્તિ કરી.…

વધુ વાંચો >