અશ્વિન થાનકી

કાર્બોહાઇડ્રેટ (વનસ્પતિશાસ્ત્ર)

કાર્બોહાઇડ્રેટ (વનસ્પતિશાસ્ત્ર) : પ્રકાશસંશ્લેષણ દરમિયાન હવામાંનાં અંગારવાયુ અને પાણી વડે સર્જાતા કાર્બોદિત પદાર્થ. દરેક સજીવ માટે તે અનિવાર્ય છે. મોટાભાગની વનસ્પતિઓમાં (ખાસ કરીને ધાન્યમાં) ખોરાકના રૂપમાં કાર્બોદિતનો મોટો સંચય જોવા મળે છે. આ સંચય અન્ય સજીવોના ખોરાકમાં કાર્બોદિતનો સ્રોત બને છે. કાર્બોદિત પદાર્થો પાચન દરમિયાન તેમના મૂળભૂત ઘટકો, એટલે કે…

વધુ વાંચો >

કૅરોટીન

કૅરોટીન : સજીવ સૃષ્ટિમાં રંજકદ્રવ્યો તરીકે મળી આવતાં ચરબીદ્રાવ્ય કાર્બનિક સંયોજનો. તે લીલકણો, ગાજર, (ગાય, ઊંટ જેવાનું) દૂધ, માખણ અને ઈંડાની જરદી જેવામાં મહત્વના ઘટકરૂપે મળી આવે છે. કૅરોટીનનું પ્રમાણસૂત્ર C40H56 હોય છે અને તેના સમઘટકો તરીકે a, b, g તથા d સ્વરૂપો આવેલાં હોય છે. આમાં b-કૅરોટીન વધુ અગત્યનું…

વધુ વાંચો >

ક્લૉરોફિલ

ક્લૉરોફિલ : બધી જ લીલી વનસ્પતિમાંના લીલા રંગ માટેનો કારણભૂત રંગક (pigment). આ રંગક પ્રકાશની હાજરીમાં CO2 તથા H2Oમાંથી શર્કરા બનાવે છે. આ પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણ તરીકે જાણીતી છે તથા તેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક મેળવી લે છે. ક્લૉરોફિલના ટેટ્રાપાયરોલ પોરફિરિન ચક્રીય બંધારણમાં મધ્યમાં મૅગ્નેશિયમ રહેલું હોય છે. ક્લૉરોફિલનું બંધારણ 1906થી…

વધુ વાંચો >

ક્લૉરોસિસ

ક્લૉરોસિસ : તત્વો કે ધાતુઓની ઊણપને કારણે પર્ણનો સાધારણ લીલો રંગ ઉત્પન્ન ન થતાં પાંદડું પીળું દેખાય તે સ્થિતિ. હરિતરંજકોના સંશ્લેષણ માટે Mn, K, Zn, Cu, Mg, Fe તથા N આવશ્યક છે. તેની ગેરહાજરી કે ઊણપ ક્લૉરોસિસમાં પરિણમે છે. ભરપૂર N મેળવતા છોડને મોટે ભાગે ઘેરા લીલા રંગનાં પુષ્કળ પર્ણો…

વધુ વાંચો >