અરુણ વૈદ્ય

અક્ષવિચલન

અક્ષવિચલન (nutation of axis) : પૃથ્વીની ધરી(અક્ષ)ની વિષુવાયન (precession) ગતિમાંની અનિયમિતતા. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તે જ સમતલમાં પૃથ્વીનું વિષુવવૃત્ત નથી. ચંદ્રની કક્ષાનું સમતલ પણ પૃથ્વીના વિષુવવૃત્તના સમતલ કરતાં જુદું છે. સૂર્ય અને ચંદ્રનાં આકર્ષણ પૃથ્વીના વિષુવવૃત્તને અનુક્રમે સૂર્ય અને ચંદ્રના સમતલમાં લાવવાનો પ્રયત્ન કરે છે. પણ પૃથ્વી…

વધુ વાંચો >

આબેલ, નીલ હેન્રિક

આબેલ, નીલ હેન્રિક (જ. 5 ઑગસ્ટ 1802, ફિન્નોય ટાપુ, નૉર્વે; અ. 6 એપ્રિલ 1829 ફ્રોવેન્ડ) : ગણિતની અનેક આધુનિક શાખાઓમાં પાયાનું પ્રદાન કરનાર નૉર્વેના ગણિતશાસ્ત્રી. સમગ્ર જીવન ગરીબીમાં વીતેલું અને જીવનનાં છેલ્લાં અઢી વર્ષ માંદગીમાં ગયેલાં. તેમણે ચિરંજીવ પ્રદાન ગણિતમાં કરેલું છે. જન્મ એક ગરીબ પ્રૉટેસ્ટન્ટ પાદરીને ત્યાં. જન્મ પછી તરત…

વધુ વાંચો >

આર્કિમીડીઝ

આર્કિમીડીઝ (જ. ઈ. પૂ. 290, સિરેક્યૂઝ; અ. ઈ. પૂ. 212) : પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનો સૌથી મહાન ગણિતજ્ઞ અને શોધક. કારકિર્દીની શરૂઆતમાં થોડો સમય તે ઇજિપ્તમાં રહ્યા હતા, પણ મુખ્યત્વે તેમણે આખું જીવન સિરેક્યૂઝમાં જ ગાળ્યું હતું. ત્યાંના રાજા હીરોન(બીજા)ના તે અંગત મિત્ર હતા. આર્કિમીડીઝના જીવન અંગે ઘણી વિગતો મહદંશે દંતકથા…

વધુ વાંચો >

આર્યભટ્ટ

આર્યભટ્ટ : ભારતમાં થઈ ગયેલા આ નામના બે ગણિતજ્ઞ ખગોળવેત્તાઓ. (1) આર્યભટ્ટ પ્રથમનો જન્મ ઈ. સ. 476માં થયો હતો. તે એક પ્રખર ગણિતજ્ઞ અને ખગોળવેત્તા હતા. તેમનો જન્મ કુસુમપુર નગરમાં થયો હતો. એમ મનાતું હતું કે કુસુમપુર હાલનું પટણા કે તેની નજીકનું કોઈ ગામ હશે; પરંતુ તે કદાચ દક્ષિણ ભારતના કેરળ…

વધુ વાંચો >

ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA)

ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી (INSA) : વિજ્ઞાનના ક્ષેત્રે ભારતના સર્વાંગીણ વિકાસમાં મદદરૂપ થવા યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળે, ઉત્તમ વૈજ્ઞાનિકોનું સન્માન થાય અને વૈજ્ઞાનિકો વચ્ચે વિચારોની આપલે થાય તેવા ઉદ્દેશથી સ્થપાયેલી ભારતની અગ્રિમ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા. જાન્યુઆરી, 1935માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સીઝ ઑવ્ ઇન્ડિયા તરીકે તેની સ્થાપના થઈ હતી. ફેબ્રુઆરી, 1970માં…

વધુ વાંચો >

ઇન્ડિયન મેથમેટિકલ સોસાયટી

ઇન્ડિયન મેથમેટિકલ સોસાયટી : વી. રામસ્વામી ઐયરની પ્રેરણાથી મૂળ ઇન્ડિયન મૅથમૅટિક ક્લબના નામે 1907માં અસ્તિત્વમાં આવેલું ભારતના ગણિતજ્ઞોનું મંડળ. 1921માં તેનું ઉપર પ્રમાણે નામ બદલવામાં આવ્યું હતું. વિજ્ઞાનની કોઈ પણ શાખામાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શરૂ થયેલી ભારતની આ પહેલી સંસ્થા હતી. આ સંસ્થાના પ્રથમ અધ્યક્ષ બી. હનુમંતરાવ હતા. 1909થી…

વધુ વાંચો >

એકરૂપતા

એકરૂપતા (isomorphism) : જુદાં જુદાં ગણિતીય માળખાં વચ્ચેનું સામ્ય દર્શાવતી સંકલ્પના. એકરૂપતાનો ખ્યાલ ગણિતમાં અત્યંત મૂળભૂત મહત્વ ધરાવતો ખ્યાલ છે. ગણિતની એક મહત્વની સિદ્ધિ એ છે કે તે અનેક પ્રકારની વિભિન્ન પરિસ્થિતિઓમાંનાં સામાન્ય તત્વો શોધી કાઢી એવાં તત્વોનો અભ્યાસ કરી એ બધી જ પરિસ્થિતિઓને લાગુ પડે એવા સિદ્ધાંતો તારવે છે.…

વધુ વાંચો >

કલનશાસ્ત્ર

કલનશાસ્ત્ર (calculus) : બદલાતી ચલરાશિ અનુસાર સતત વિધેયમાં થતા ફેરફારના દર સાથે સંકળાયેલી ગાણિતિક વિશ્લેષણની એક શાખા. કલનશાસ્ત્ર શોધવાનું બહુમાન સર આઇઝેક ન્યૂટન (ઇંગ્લૅન્ડ) અને જી. લાઇબ્નીત્ઝ(જર્મની)ને ફાળે જાય છે. લગભગ એક શતાબ્દી સુધી ‘આ બે ગણિતશાસ્ત્રીમાં પ્રથમ પ્રણેતા કોણ ?’ એ અંગે બંનેના સમર્થકો વચ્ચે વિવાદ થયો, જેને કારણે…

વધુ વાંચો >

કાપરેકર દત્તાત્રય રામચંદ્ર

કાપરેકર દત્તાત્રય રામચંદ્ર (જ. 17 જાન્યુઆરી 1905, દહાણુ, મહારાષ્ટ્ર; અ. 4 જુલાઈ 1986, નાસિક) : ભારતના એક અકિંચન, અપરિગ્રહી અને અઠંગ સંખ્યાવ્યાસંગી ગણિતજ્ઞ. કાપરેકર એક અનોખા ગણિતજ્ઞ હતા. આમ તો તેઓ કેવળ સ્નાતક હતા, પણ સંખ્યાઓના જુદા જુદા ગુણધર્મો વિશે તેમણે ખૂબ વિચાર કર્યો હતો અને વ્યવસાયી ગણિતજ્ઞોને પણ આશ્ચર્ય…

વધુ વાંચો >

કોનારવેલુ ચંદ્રશેખરન્ ક્રિશ્નપ્પા

કોનારવેલુ ચંદ્રશેખરન્ ક્રિશ્નપ્પા (જ. 21 નવેમ્બર 1920, મસલીપટ્ટનમ્; અ. 13 એપ્રિલ 2017, ઝુરિચ, સ્વિટર્ઝલેન્ડ) : વિખ્યાત ભારતીય ગણિતશાસ્ત્રી. ચેન્નાઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી, પ્રિન્સ્ટન (અમેરિકા) યુ.એસ.એ.ની ઉચ્ચતમ (advanced) શિક્ષણ સંસ્થાની પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ મુંબઈમાં વરિષ્ઠ વ્યાખ્યાતા અને નાયબનિયામક (1949-1965) થયા. ભારત સરકારના મંત્રીમંડળની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના…

વધુ વાંચો >