અરુણ વાઘેલા
સુવર્ણભૂમિ
સુવર્ણભૂમિ : શ્રીક્ષેત્ર (આજનું મ્યાનમાર) અને મલય દ્વીપકલ્પ. બર્મી અનુશ્રુતિ મુજબ સમ્રાટ અશોકે મ્યાનમાર(બર્મા)માં બૌદ્ધ સંઘની સ્થાપના કરી હતી. દુર્ભાગ્યે અશોકના શિલાલેખોમાં લંકા(તામ્રપર્ણી)ની જેમ સુવર્ણભૂમિનો અલગ ઉલ્લેખ થયો નથી. છતાં તેના ધર્મવિજયના ક્ષેત્રમાં મ્યાનમાર પણ સરળતાથી આવતું હતું. સુવર્ણભૂમિનો દક્ષિણ તરફનો ભાગ બૌદ્ધ ધર્મની હીનયાન શાખાનું મહત્વનું કેન્દ્ર રહ્યું હતું.…
વધુ વાંચો >સોનકંસારીનાં મંદિરો
સોનકંસારીનાં મંદિરો : મૈત્રક-સૈંધવ કાલના ગુજરાતનાં મંદિરો. જામનગર જિલ્લામાં આવેલ ઘૂમલીમાં પ્રાચીન સમયમાં સૈંધવ રાજાઓ અને જેઠવા રાજાએ શાસન કર્યું હતું. અહીંના ચૌલુક્યકાલીન નવલખા મંદિરની પશ્ચિમે કંસારી નામના તળાવના કાંઠે આવેલાં મંદિરોનો સમૂહ સોનકંસારીનાં મંદિરો તરીકે ઓળખાય છે. અહીં આવેલાં મંદિરો પૈકી મંદિર નં. 1, 2, 3, 4, 5 અને…
વધુ વાંચો >સોનગઢ (તાલુકો)
સોનગઢ (તાલુકો) : સૂરત જિલ્લાના સોનગઢ તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 21° 10´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.. તેની ઉત્તરે ઉમરપાડા તાલુકો, પૂર્વે ઉચ્છલ તાલુકો, પશ્ચિમે વ્યારા તાલુકો તથા દક્ષિણે ડાંગ જિલ્લો આવેલા છે. આ તાલુકાનો વિસ્તાર 1207 ચોકિમી. જેટલો છે. તાલુકાની જમીનો કાળી, ગોરાડુ તેમજ ખડકાળ…
વધુ વાંચો >સોમશર્મા (1)
સોમશર્મા (1) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ 1લા(ઈ. સ. 1022થી 1064)ના પુરોહિત. તેઓ સોમ અથવા સોમેશ્વર તરીકે પણ જાણીતા હતા. તેમના કુલમાં સોમેશ્વરદેવ સુપ્રસિદ્ધ સાહિત્યકાર થઈ ગયા. તેમણે ‘સુરથોત્સવ’ મહાકાવ્યના છેલ્લા સર્ગમાં પોતાના પૂર્વજોનો વૃત્તાંત આપ્યો છે. તે મુજબ વડનગરના વસિષ્ઠ ગોત્રના ગુલેચા કુલમાં સોલશર્મા નામે ઋગ્વેદી બ્રાહ્મણ થયો.…
વધુ વાંચો >સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468)
સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468) : ગુપ્તવંશનો છેલ્લો મહાન પરાક્રમી રાજવી. સ્કંદગુપ્ત પિતા કુમારગુપ્તના અવસાન પછી ગાદીએ આવ્યો હતો. તેના સમયમાં ગુપ્તવંશની જ્યેષ્ઠ પુત્રને ગાદી મળે તેવી પરંપરા સચવાઈ ન હતી. જ્યેષ્ઠ પુત્ર પુરુગુપ્તને પરાજય આપી તે ગાદીએ આવ્યો હતો. તેના સ્તંભાલેખના વિવરણ મુજબ તેણે પુષ્યમિત્ર અને હૂણોના આક્રમણને મારી હઠાવી…
વધુ વાંચો >