અરુણોદય જાની

અગ્નિપુરાણ

અગ્નિપુરાણ : અઢાર પુરાણોમાંનું એક. તેનો ક્રમ આઠમો છે. ડૉ. હઝરા છેલ્લે ઉપલબ્ધ થયેલાં વહ્નિપુરાણોને જ મૌલિક અગ્નિપુરાણ માને છે, કારણ કે અગ્નિના મહિમાનું પ્રતિપાદન અગ્નિપુરાણમાં નથી, પણ વહ્નિપુરાણમાં છે અને નિબંધગ્રન્થોમાં અગ્નિપુરાણને નામે જે અવતરણો આપવામાં આવ્યાં છે તે અગ્નિપુરાણમાં નહિ, પણ વહ્નિપુરાણમાં છે. હાલના અગ્નિપુરાણમાં પાંચરાત્ર વૈષ્ણવ પૂજાઓનું…

વધુ વાંચો >

કૌલ સંપ્રદાય

કૌલ સંપ્રદાય : વામાચાર નામે જાણીતો તંત્રશાસ્ત્રનો પ્રાચીન સંપ્રદાય. તંત્રશાસ્ત્રમાં પૂર્વકાળથી ઉપાસનાના બે માર્ગ પ્રચલિત છે. એક છે સમય સંપ્રદાય અને બીજો કૌલ સંપ્રદાય. આ જ બે સંપ્રદાયો અનુક્રમે દક્ષિણાચાર અને વામાચાર નામે જાણીતા છે. કૌલ શબ્દ ‘કુલ’ ઉપરથી આવ્યો છે. ‘કુલ’ એટલે પ્રચલિત અર્થમાં કુટુંબ, વર્ગ, સમૂહ, સંપ્રદાય. તંત્રશાસ્ત્ર…

વધુ વાંચો >

ગોત્ર-પ્રવર

ગોત્ર-પ્રવર : ગોત્ર એટલે પ્રાચીન ઋષિકુળ અને પ્રવર એટલે ગોત્રના પ્રાચીન ઋષિ એવો અર્થ આજે રૂઢ થયેલો છે. મૂળમાં ગોત્ર શબ્દનો અર્થ ‘गाव: त्रायन्ते अत्र इति गोत्रम् —  એ વ્યુત્પત્તિ અનુસાર ગાયની ગમાણ કે વાડો એવો થતો હતો. પ્રાચીન વૈદિક કાળમાં ઋષિઓ પોતાના આશ્રમોમાં મોટી સંખ્યામાં ગાયો પાળતા. તે ગાયોના…

વધુ વાંચો >

ગોલ્ડસ્ટ્યુકર થિયૉડૉર

ગોલ્ડસ્ટ્યુકર થિયૉડૉર (જ. 18 જાન્યુઆરી 1821, કેનિગ્સબર્ગ, જર્મની; અ. 6 માર્ચ 1872, લંડન) : જર્મનીના સંસ્કૃત ભાષા-સાહિત્યના વિદ્વાન. કેનિગ્સબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી પૅરિસ જઈ તેમણે સંસ્કૃત હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો. 1850માં ઇંગ્લૅન્ડ આવી 1851થી મૃત્યુ પર્યંત લંડનની યુનિવર્સિટી કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. પતંજલિના વ્યાકરણ મહાભાષ્યનો કોઈની મદદ વગર…

વધુ વાંચો >

ચંડી

ચંડી : चण्डि (चण्ड्) कोपे એ ધાતુ ઉપરથી નિષ્પન્ન થતો શબ્દ. તેનો અક્ષરશ: અર્થ અત્યંત કોપવાળી એવો થાય છે. વેદાન્તના મતે આ ચંડી પરબ્રહ્મની માયાશક્તિ છે, જ્યારે તંત્રશાસ્ત્ર તેને પરબ્રહ્મમહિષી (= પટરાણી) કહે છે. મધુ અને કૈટભ, મહિષાસુર, ધૂમ્રલોચન, ચંડ અને મુંડ, શુંભ અને નિશુંભ જેવા દુર્ધર અને દુર્જેય દાનવોનો…

વધુ વાંચો >

ચંદ્રગોમી

ચંદ્રગોમી : બૌદ્ધ વૈયાકરણ. મ. મ. હરપ્રસાદ શાસ્ત્રીએ નેપાળમાંથી તેમના વ્યાકરણની હસ્તપ્રત મેળવી હતી (1356). જર્મન વિદ્વાન બ્રૂનો લિબીએ ટિબેટી અનુવાદ ઉપરથી તેનું પુનર્ગ્રથન કરી તેને લાઇપ્ત્સિકથી પ્રસિદ્ધ કર્યું હતું (1902). એમના વ્યાકરણમાં સંજ્ઞાનું સ્વતંત્ર પ્રકરણ ન હોવાથી અને પાણિનિએ સૂત્રમાં જ્યાં જ્યાં ‘સંજ્ઞા’ શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં તેમણે…

વધુ વાંચો >

જિનેન્દ્રબુદ્ધિ

જિનેન્દ્રબુદ્ધિ (આશરે 750) : સંસ્કૃત વૈયાકરણ પાણિનિની અષ્ટાધ્યાયી ઉપર વામન અને જયાદિત્યે લખેલી કાશિકા નામની વૃત્તિ ઉપર ‘ન્યાસ’ નામની ટીકા લખનાર ટીકાકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ ઓરિયેન્ટલ મૅન્યુસ્ક્રિપ્ટ્સ લાઇબ્રેરીની એક પોથીમાં એમનું નામ સ્થવિર જિનેન્દ્ર એ પ્રમાણે આપવામાં આવ્યું છે અને જિનેન્દ્રબુદ્ધિ પોતે પોતાને श्रीबोधिसत्वदेशीयाचायं તરીકે ઓળખાવે છે. આ ઉપરથી તેઓ બૌદ્ધધર્માનુયાયી…

વધુ વાંચો >

જોશી, એસ. ડી.

જોશી, એસ. ડી. (જ. 15 ઑગસ્ટ 1926, રત્નાગિરિ) : સંસ્કૃતના વિદ્વાન. પૂરું નામ શિવરામ દત્તાત્રેય જોશી. પંડિતો પાસે વ્યાકરણનો અભ્યાસ કરી, પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. (1955) થઈ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ.એમ. (= એમ.એ.) કરી (1957) ત્યાં જ પ્રો. ઇંગાલ્સના માર્ગદર્શનમાં પીએચ.ડી.ની પદવી મેળવી (1960). 1964માં પુણે યુનિવર્સિટીના સેન્ટર ઑવ્ ઍડવાન્સ્ડ સ્ટડી ઇન…

વધુ વાંચો >

જ્યૉર્જ, કાર્ડોના

જ્યૉર્જ, કાર્ડોના : ભાષાશાસ્ત્રી. ન્યૂયૉર્કમાં જન્મ. યેલ યુનિવર્સિટીમાંથી ઇન્ડો-યુરોપિયન ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને તરત જ (1960) પૅન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. પં. જગન્નાથ શ્રીધર પદે શાસ્ત્રી (વડોદરા) પાસે ‘વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી’નો અભ્યાસ કરી (વારાણસી પાસે) છાતામાં પં. રઘુનાથ શર્મા પાસે 10 વર્ષ સુધી ‘મહાભાષ્ય’નો અભ્યાસ કર્યો. પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય…

વધુ વાંચો >

તાણ્ડ્ય બ્રાહ્મણ

તાણ્ડ્ય બ્રાહ્મણ : સામવેદના આઠ બ્રાહ્મણ ગ્રંથોમાંનો સર્વપ્રથમ ગ્રંથ. તે તાંડ્ય બ્રાહ્મણ કે તાંડ્ય મહાબ્રાહ્મણ ગણાય છે. તાંડ્ય બ્રાહ્મણ કદમાં મોટું હોવાથી અને તેમાં ઘણાબધા યજ્ઞો વિશે વિધાન હોવાથી તેને તાંડ્ય મહાબ્રાહ્મણ કે પ્રૌઢ બ્રાહ્મણ કહે છે. તેમાં 25 વિભાગો હોવાથી પંચવિંશ બ્રાહ્મણ અને તાંડિ નામના ઋષિએ રચ્યું હોવાથી તાંડ્ય…

વધુ વાંચો >