અરબી સાહિત્ય
અખ્તલ, અલ્
અખ્તલ, અલ્ : ઇરાકમાં થઈ ગયેલા ઉમય્યા વંશના એક ખ્યાતનામ કવિ. મૂળ નામ ગિયાસ બિન ગૌસ. તે ધાર્મિક વિધાનોના વિરોધી અને ઉમય્યા વંશના જોરદાર સમર્થક હતા. ધર્મ પર તેમને તિરસ્કાર હતો. એક વખત પત્ની એક પાદરીનાં પવિત્ર વસ્ત્રોને માનાર્થે ચુંબન કરવા ધસી, પણ તે જેના પર પાદરી બિરાજમાન હતા તે…
વધુ વાંચો >અઝુદ્દદ્દૌલા બિન રૂક્ન
અઝુદ્દદ્દૌલા બિન રૂક્ન (શાસનકાળ : ઈ. સ. 949–983) : બુવયહ વંશનો ઇરાક દેશનો સર્વશક્તિશાળી અમીર. એણે એ યુગનાં નાનાં રાજ્યોનું સંગઠન કરી પોતાના વંશને મજબૂત બનાવ્યો હતો. એનું લગ્ન ખલીફા અલ-તાઈની શાહજાદી સાથે થયું હતું. એ મુસલમાનોનો સૌપ્રથમ રાજા હતો, જેણે શહેનશાહનું લકબ ધારણ કર્યું હતું. એના પુત્ર બહાઉદ્દૌલાએ પિતાના…
વધુ વાંચો >અન્સાર
અન્સાર : હિજરત (ઈ. સ. 622) પછી હઝરત મુહમ્મદ સાહેબ અને મક્કાથી આવનારા મુસ્લિમ નિરાશ્રિતોને સહાય કરનારા મદીનાના મુસ્લિમો. પવિત્ર કુરાનમાં અન્સાર (સહાયક) અને મુહાજિર-(નિરાશ્રિત)નો ઉલ્લેખ છે અને લોકોને સહાયવૃત્તિ દાખવીને અન્સારોનું અનુકરણ કરવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. મદીનામાં અન્સાર અને મુહાજિર એમ મુસ્લિમોના બે વર્ગ હતા. પયગંબર સાહેબે તેમનામાં…
વધુ વાંચો >અબુલ અતાહિયા
અબુલ અતાહિયા (8મી સદી) : અરબી કવિ. અબ્બાસી ખલીફા મહદી અને હારૂન અર્ રશીદ સાથે સંકળાયેલા. કૂફામાં ઊછરેલા. ખલીફા મહદીની દાસી ઉત્બાના પ્રેમમાં હતા, પણ ઉત્બાએ સાનુકૂળ પ્રતિભાવ ન આપતાં કવિને જગત પ્રત્યે વિરાગ જન્મ્યો. તેમની કવિતામાં તેનો પડઘો સંભળાય છે. તેમના વિચાર રૂઢિચુસ્ત ઇસ્લામથી વિસંગત હતા. તે ઝેદ બિન…
વધુ વાંચો >અબુલ મહાસિન
અબુલ મહાસિન (જ. 1531-32, મોરૉક્કો; અ. 14 ઑગસ્ટ 1604, મોરૉક્કો) : મોરૉક્કોના ધર્મશાસ્ત્રી અને પ્રખ્યાત સૂફી શેખ. મૂળ નામ યૂસુફ બિન મુહમ્મદ બિન યૂસુફ અલફાસી, પણ અબુલ મહાસિનના નામે સુવિખ્યાત. સાક્ષર કુટુંબ ‘ફાસીય્યૂન’ના વડીલ. તેમના વડીલ ઈ.સ. 1475માં સ્પેનનું મલાગા શહેર છોડી મોરૉક્કોમાં વસવા ગયા હતા. ત્યાં ‘અલ્ કસ્રુલકબીર’માં અબુલ…
વધુ વાંચો >અબુલહસન
અબુલહસન (જ. જુલાઈ 1620; અ. 26 માર્ચ 1681) : અરબી ઇતિહાસકાર. નામ અહમદ બિન સાલિહ, પણ ‘ઈબ્ન અબિર્ રજાલ’ને નામે જાણીતો. યમન પ્રાંતમાં જન્મ. ઝેદી શિયા સંપ્રદાય. ઇતિહાસ ઉપરાંત એણે ધર્મશાસ્ત્રવિષયક પુસ્તકો પણ લખ્યાં છે. તેણે કુરાન, હદીસ અને ઇસ્લામી ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. એ સુન્આ શહેરનો અધિકારી નિમાયો હતો.…
વધુ વાંચો >અબૂ અલ અસ્વદ
અબૂ અલ અસ્વદ (મૃત્યુ ઈ.સ. 570) : અરબી કવિ. તેનું નામ અમ્ર, અટક અબુ અલ અસ્વદ, પિતાનું નામ કલસૂમ બિન માલિક. કબીલા તગલબનો શૂરવીર અને નામાંકિત સરદાર હતો. તેની શક્તિ અને નીડરતાને કારણે તેને ‘અરબનો સિંહ’ કહેતા. તેણે ‘બસૂસની લડાઈ’માં ભાગ લીધો હતો. હૈરાના બાદશાહ અમર બિન હિંદની માતા હિંદે,…
વધુ વાંચો >અબૂ ઝૈદ-અબૂ અન્સારી
અબૂ ઝૈદ-અબૂ અન્સારી (નવમી સદી) : અરબી વૈયાકરણ. નામ સઇદ બિન ઔસ. મદીનાના ખઝરજ પરિવારમાં જન્મ. બસરા શાળાનો અબૂ અમ્ર બિન અલઅલાનો શિષ્ય. કૂફા શહેરમાં જઈ એણે અલમુફદ્દલ અલ દબ્બી પાસેથી અરબી કાવ્યોની હસ્તપ્રતો એકઠી કરી, એનો ઉપયોગ પોતાના પુસ્તક ‘અલનવાદિર’માં કર્યો હતો. અબ્બાસી ખલીફા અલ મેહદીએ તેને બગદાદ આવવાનું…
વધુ વાંચો >અબૂ તમામ
અબૂ તમામ (જ. 806, જાસિમ, અરબસ્તાન; અ. 846, મોસલ) : અરબી કવિ. મૂળ નામ હબીબ બિન ઔસ. પુત્ર તમામ પરથી એમની અટક તમામ પાડેલી. આ નામથી જ તેઓ પ્રસિદ્ધ થયેલા. મિસર જઈને અરબી કાવ્યો તથા કાવ્યશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાંથી તે પાછા સિરિયા આવ્યા. અબ્બાસી ખલીફા અલમામૂન (ઈ.સ. 800-833)…
વધુ વાંચો >અબૂ તાલિબ
અબૂ તાલિબ : અરબી ધાર્મિક પુરુષ. બિન અબ્દુલ મુત્તલિબ(હાશિમી કુરેશી અને રસૂલે ખુદા)ના કાકા. એમણે હઝરત મોહંમદને ખૂબ હેતથી ઉછેર્યા હતા. મક્કામાં ઇસ્લામના દુશ્મનોએ જ્યારે રસૂલે ખુદાને રંજાડવા પ્રયત્ન કર્યો ત્યારે એમણે પોતાના ભત્રીજાનો જાનના જોખમે પણ જોરદાર બચાવ કર્યો. છેવટે મક્કાના લોકોએ હઝરતે અબૂ તાલિબનો અને એમના કુટુંબનો બહિષ્કાર…
વધુ વાંચો >