અનુ. વિ. પ્ર. ત્રિવેદી
તબીબી ભૂગોળ
તબીબી ભૂગોળ : આરોગ્યલક્ષી ભૂગોળ. તેમાં તબીબી શાસ્ત્રના વૈજ્ઞાનિકો, પર્યાવરણવાદીઓ, ભૂગોળશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને શાસનતંત્રે માનવઆરોગ્ય અંગેની સમસ્યાની વ્યાપક સમજ માટે હાથ ધરેલા સંશોધનકાર્યનો સમન્વય છે. સંશોધનની ર્દષ્ટિએ ભારતમાં આ વિષયનો ઝડપી વિકાસ થવા લાગ્યો છે પરંતુ તેના અધ્યાપનની તકોનો હજુ અભાવ છે. પોતાના પર્યાવરણ પ્રત્યે માનવ કેવીક સક્રિયતાથી પ્રતિભાવ દાખવે…
વધુ વાંચો >ધાનક, ગોવિંદરાયજી
ધાનક, ગોવિંદરાયજી (જ. 7 માર્ચ 1909, મેંદરડા, જિ. જૂનાગઢ; અ. 14 એપ્રિલ 1965, ન્યૂ દિલ્હી) : ગુજરાતના એક સમર્થ ઇજનેર. શૈક્ષણિક કારકિર્દી શરૂઆતથી જ ઉજ્જ્વલ. બૃહદ મુંબઈ રાજ્યમાં ઇજનેરી સેવામાં સીધા ભરતી થયેલ. સરકારી ઇજનેરી મહાવિદ્યાલય પુણેમાં બી.ઈ.(સિવિલ)ના અંતિમ વર્ષમાં પરીક્ષાની તૈયારી કરતા હતા ત્યારે જ થોડાક પસંદગી પામેલા વિશિષ્ટ…
વધુ વાંચો >પ્રવાસનભૂગોળ
પ્રવાસનભૂગોળ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રવાસન-ભૂગોળનું ક્ષેત્ર મુખ્યત્વે લાંબીટૂંકી રજાઓના ઉદ્યોગ પર કેન્દ્રિત થયું છે. ઘરની બહાર મળતાં મનોરંજનના સંદર્ભમાં પર્યટન અંગેના અભ્યાસો ઘરઆંગણે થવા લાગ્યા છે. પ્રવાસનના ફેલાવા સાથે જુદાં જુદાં પાસાંઓને અનુલક્ષીને ભૂગોળશાસ્ત્રીઓએ આ ક્ષેત્રને ખેડવા માંડ્યું છે. આમાં લોકો દ્વારા વિવિધ દેશોમાં થતું સ્થળાંતર, વાહનવ્યવહારમાં સાધનોનો…
વધુ વાંચો >સિન્દૂર કી હોલી (1933)
સિન્દૂર કી હોલી (1933) : લક્ષ્મીનારાયણ મિશ્રનું એક યથાર્થવાદી સમસ્યા-નાટક. ભારતીય નારીજીવનની અનેક સમસ્યાઓ રજૂ કરતી કૃતિ. નારીના અંતર્મનમાં ઊઠતા દ્વન્દ્વ, જાતીયતા, પ્રેમ, બાળ-વિવાહ, વિધવા-વિવાહ જેવી અનેક સમસ્યાઓ પરની વૈચારિક રજૂઆત કરતા આ નાટકમાં બૌદ્ધિકતા અને સંવેદનશીલતાનો સંયુક્ત પરિચય આપવામાં આવ્યો છે. સાથે સાથે સામાજિક કુરિવાજો અને અન્યાયપૂર્ણ ન્યાયવિધિ તથા…
વધુ વાંચો >સુદર્શન પં. બદરીનાથ
સુદર્શન, પં. બદરીનાથ (જ. 1896, સિયાલકોટ, પ. પંજાબ, ભારત; અ. 1967) : પંજાબી સાહિત્યકાર. ટૂંકી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. પ્રેમચંદના સમકાલીન સાહિત્યકાર. ઉર્દૂ અને ત્યારપછી હિંદીમાં લખતા. મહાવીરપ્રસાદ દ્વિવેદી-સંપાદિત ‘સરસ્વતી’ સામયિકમાં તેમની વાર્તાઓ પ્રસિદ્ધ થતી હતી. ‘રામકુટિયા’ (1917), ‘પુષ્પલતા’ (1919), ‘સુપ્રભાત’ (1923), ‘અંજના’ (નાટક, 1923), ‘પરિવર્તન’ (1926), ‘સુદર્શન સુધા’ (1926),…
વધુ વાંચો >સુયૂતી અલ-જલાલુદ્દીન
સુયૂતી, અલ–જલાલુદ્દીન [જ. ઑક્ટોબર 1445, સુયૂત (અસ્સિયૂત), ઇજિપ્ત; અ. 1505, રવઝાહ] : પૂરું નામ જલાલુદ્દીન અબ્દુર-રેહમાન બિન કમાલુદ્દીન અબૂબકર, બિનમુહમ્મદ; બિનઅબૂબકર અલ-ખુદેરી, અલ-સુયૂતી, તેમનાં બે કૌટુંબિક નામ છે : અલ-ખુદેરી અને અલ-સુયૂતી. અલ-ખુદેરી નામ જ્યાં તેમના પૂર્વજ અલ-હુમામ રહેતા હતા તે બગદાદના જિલ્લા અલ-ખુદેરિયાહ પરથી અને તેમના જન્મસ્થળ સુયૂત પરથી…
વધુ વાંચો >હમદાની અલ્– બદીઉઝ્ઝમાઁ
હમદાની, અલ્–, બદીઉઝ્ઝમાઁ (જ. 969, હમદાન, ઈરાન; અ. 1008, હિરાત, અફઘાનિસ્તાન) : સુવિખ્યાત કવિ, નામાંકિત વિદ્વાન અને પ્રખર ભાષાશાસ્ત્રી. પૂરું નામ અબુલફઝલ એહમદ બિન અલ્ હુસૈન બિન યાહ્યા બિન સઈદ અલ્ હમ જાની. તેમણે પોતાના વતનમાં પર્શિયન અને અરબી ભાષાનું શિક્ષણ લીધું હતું. પછી અલ-સાહિબ(જ. આબ્બાદ; અ. 995)નો પરિચય થતાં,…
વધુ વાંચો >