અનુ. : મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

મઅર્રી, અબુલ આલા

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મસૂદી (અલ-મસૂદી)

મસૂદી (અલ-મસૂદી) (જ. આશરે 899, બગદાદ; અ. અલ-કુસાત, ઇજિપ્ત) : ભૂગોળ અને ઇતિહાસના અગ્રણી લેખક. આખું નામ અબુલ હસન અલી ઇબ્ન અલ-હુસૈન અલ-મસૂદી. તેઓ પયગંબર સાહેબ(સ. અ. વ.)ના મહાન સહાબી હજરત અબ્દુલ્લા ઇબ્ન મસૂદના વંશજ હતા; તેથી તેઓ મસૂદી કહેવાય છે. તેમણે ભરયુવાનીમાં પ્રવાસ ખેડવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલાં…

વધુ વાંચો >

મુબર્રદ

મુબર્રદ (જ. 25 માર્ચ 826, બસરા; અ. ઑક્ટોબર 898, બગદાદ) : બગદાદના ભાષાશાસ્ત્રી તથા વ્યાકરણશાસ્ત્રી. આખું નામ અબ્બાસ મુહમ્મદ ઇબ્ન યઝીદ અલ-સુમાલી-અલ-અઝદી. તેમણે બસરામાં તે સમયના વિખ્યાત ભાષાશાસ્ત્રીઓ તથા વિદ્વાનો અલ-જર્મી અલ-માઝિની અને અલ-અસ્મઈના શિષ્ય અસ-સિજિસ્તાન પાસે શિક્ષણ પ્રાપ્ત કરીને અરબી વ્યાકરણમાં પારંગતતા મેળવી હતી. તે સમયે વ્યાકરણશાસ્ત્રની 2 ધારાઓ…

વધુ વાંચો >