અનુ. થૉમસ પરમાર

લટ્યન્ઝ એડવિન (સર)

લટ્યન્ઝ એડવિન (સર) (જ. 1869; અ. 1944) : વીસમી સદીનો જાણીતો બ્રિટિશ સ્થપતિ. તેણે થોડો સમય જ્યૉર્જ ઍન્ડ પેટો સાથે કામ કર્યું. તે પછી 1889માં તેણે સ્વતંત્ર રીતે પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી. 1896માં તેણે ગેટ્રુડ જેકિલ માટે મુન્સેડ વુડની ડિઝાઇન કરી હતી. ગેટ્રુડ ગાર્ડન ડિઝાઇનર હતો અને તેણે લટ્યન્ઝના ઘડતરમાં…

વધુ વાંચો >

લદો, ક્લાઉદે નિકોલસ

લદો, ક્લાઉદે નિકોલસ (જ. 1736; અ. 18૦6) : ફ્રાન્સના સ્થપતિ. તેમણે લુઈ 15માના ફૅશનેબલ સ્થપતિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. માદામ દુ બેરિએ તેમને પ્રોત્સાહન આપ્યું. તેમણે ફ્રાન્સમાં નવ્યપ્રશિષ્ટતાવાદને વિકસાવ્યો. તેમના સમકાલીનોમાં માત્ર બુલિ જ તેની કલ્પના અને મૌલિકતાની દૃષ્ટિએ સમકક્ષ હતો, પરંતુ બુલિની ડિઝાઇનો માત્ર કાગળ પર જ રહી. અતિશય…

વધુ વાંચો >

લાબ્રુસ્તે હેન્રી

લાબ્રુસ્તે હેન્રી (જ. 1801; અ. 1875) : ફ્રેન્ચ સ્થપતિ. ફ્રેન્ચ દરબારના અધિકારીનો ચોથો પુત્ર. સત્તર વર્ષની ઉંમરે તે ચિત્રકલા અને સ્થાપત્યની શાળામાં જોડાયો અને લેબસ વાઉડોયરના કલાભવન(artelier)માં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. 1819માં ઇકોલે રૉયલે દિ આર્કિટેક્ચરમાં દાખલ થયો. શરૂઆતથી તે સ્વભાવે ઘમંડી અને અતડો હતો, પરંતુ રૂઢિચુસ્ત ન હતો. તે…

વધુ વાંચો >

લુડ્વીગ મીઝ, વાનદર રોહે

લુડ્વીગ મીઝ, વાનદર રોહે (જ. 27 માર્ચ 1886, આકેન; અ. ?) : જાણીતો સ્થપતિ. મુખ્ય કડિયાનો પુત્ર. તેની મૂળ અટક મીઝ હતી પરંતુ તેણે તેની માતાનું નામ વાનદર રોહે અપનાવ્યું હતું. તે બ્રનો અને પૉલ પાસે 1905–07માં કલાકાર તરીકે તૈયાર થયો. 1908–12 દરમિયાન બર્લિનમાં બેહર્નેસ નીચે અભ્યાસ કર્યો અને તે…

વધુ વાંચો >

વાઇગુ સ્મારક, ઈસે (જાપાન)

વાઇગુ સ્મારક, ઈસે (જાપાન) : જાપાનના શિન્તો ધર્મનું પ્રાચીનતમ તીર્થધામ. દક્ષિણ-પૂર્વ જાપાનના નારાના દરિયાકાંઠે ઈસેના સ્થળે વાઇગુ સ્મારક આવેલું છે. સામાન્ય રીતે તે ઈસેના મંદિર તરીકે જાણીતું છે. અહીં અનેક સ્મારકોનો સમૂહ છે. અહીં બે સ્વતંત્ર અલગ અલગ મંદિરો આવેલાં છે – નાઇકુ (અંદરનું મંદિર) અને ગેકુ (બહારનું મંદિર). સામ્રાજ્યની…

વધુ વાંચો >

વિલા ફાર્નીસ, કાપ્રારોલા

વિલા ફાર્નીસ, કાપ્રારોલા : ઇટાલિયન રેનેસાંસનો એક ભવ્ય મહેલ. આ મહેલનું બાંધકામ 1547માં વિગ્નોલા દ્વારા કરવામાં આવ્યું હતું. સુંદર વર્તુલાકાર પ્રાંગણમાં એક ભવ્ય સીડી છે જ્યાંથી ઉપરના ભાગે જઈ શકાય છે. મહેલનો આ ઉપરનો ભાગ ચૂનાકામનાં શિલ્પો અને ભીત્તિચિત્રો વડે સુશોભિત છે. આ સુશોભનનું કામ ઝુકારી અને ટેમ્પેસ્ટાએ કરેલું છે.…

વધુ વાંચો >

વિલા રોટોન્ડા, વીસેન્ઝા

વિલા રોટોન્ડા, વીસેન્ઝા : ઇટાલીનું સ્થાપત્ય. વિલા રોટોન્ડા વિલા એલ્મેરિકોવલ્મરના તરીકે પણ ઓળખાય છે. તે પોપ એલ્મેરિકોનું શહેર બહારનું નિવાસસ્થાન મનાય છે. ઘણાં વર્ષો રોમના વસવાટ પછી 1566માં વીસેન્ઝામાં આવતાં આ બાંધકામ કરવામાં આવ્યું હતું. નગરની બહાર પોતાની સ્થાવર મિલકતનું સ્થળાંતર કરવા માટે એલ્મેરિકોએ પોતાના મહેલને વેચી દીધો. બાંધકામ ઝડપથી…

વધુ વાંચો >

વિલા સાવોય, પોઇઝી

વિલા સાવોય, પોઇઝી : ફ્રાન્સના પોઇઝીના સ્થળે આવેલી લા કાર્બુઝે નિર્મિત ઇમારત. લા કાર્બુઝે દ્વારા નિર્મિત અનેક ઇમારતો પૈકીની આ એક સૌથી સારી ઇમારત ગણાય છે. આ પ્રકારની ઇમારતો બાંધવા માટે કલાપ્રિય વ્યક્તિઓ જરૂરી છે. લા કાર્બુઝેને આ પ્રકારની વ્યક્તિઓ મળી અને તે હતી શ્રી અને શ્રીમતી સાવોય. તેઓ કલાનાં…

વધુ વાંચો >

વિલા હેડ્રિયન (ટ્રિવૉલી)

વિલા હેડ્રિયન (ટ્રિવૉલી) : એપેનાઇન ટેકરીઓની તળેટીના પ્રદેશમાં આવેલ ઇમારત. તે 380 એકરનો વિસ્તાર ધરાવે છે. તેને ફરતી લંબગોળાકાર દીવાલ અને 760 ફૂટ x 318 ફૂટની સ્તંભાવલિ છે. તેની વચ્ચે એક વિશાળ જળાશય છે. પ્રાચીન ઍથેન્સમાં જોવા મળતું આવું કૃત્રિમ જળાશય ‘સ્પેઆ’ તરીકે ઓળખાય છે. તેના અનુકરણમાં આ જળાશય બનાવાયું…

વધુ વાંચો >

વોયઝી ચાર્લ્સ ફ્રાન્સિસ એન્નેસ્લી

વોયઝી ચાર્લ્સ ફ્રાન્સિસ એન્નેસ્લી (જ. 1857; અ. 1941) : બ્રિટિશ સ્થપતિ. સૌપ્રથમ તેણે સેડોનના હાથ નીચે અને તે પછી 1880થી ડેવેયના હાથ નીચે કામ કર્યું. તેનાથી તેની શરૂઆતની ઇમારતો પર પ્રાદેશિક (vernacular) પદ્ધતિની અસર જોવા મળે છે. 1882થી તેણે સ્વતંત્ર રીતે સ્થપતિ તરીકેની પ્રૅક્ટિસ શરૂ કરી. તેને સ્થાપત્યની જેમ ડિઝાઇનમાં…

વધુ વાંચો >