અઘોનીબાઈ

અઘોનીબાઈ

અઘોનીબાઈ (1950) : અસમિયા ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. લેખક બિરંચિકુમાર બરુઆ; ‘બીના બરુઆ’ના તખલ્લુસથી તેમણે સાહિત્યિક રચનાઓ પ્રકાશિત કરી હતી. મુખ્ય વાર્તા ‘અઘોનીબાઈ’ ઉપરથી આ સુપ્રસિદ્ધ વાર્તાસંગ્રહને ઉપર્યુક્ત નામ મળેલું છે. ‘અઘોનીબાઈ’ ગ્રામીણ નારીની વાર્તા છે. એમાં કરુણ, હાસ્ય અને શાંતનું નિરૂપણ છે. પાત્રો દ્વારા માનવની સાહજિક નિર્બળતા ઉપસાવી આપી છે.…

વધુ વાંચો >