અંબાશંકર નાગર

અમીર ખુસરો

અમીર ખુસરો [જ. 1253, પટિયાળી (ઉ.પ્ર.); અ. ઑક્ટોબર 1325, દિલ્હી] : ‘તૂતી-એ-હિન્દ’ (હિન્દ કા તોતા) નામથી વિખ્યાત ફારસી કવિ અને સંગીતકાર. તેમના પિતા સૈફુદ્દીન મહમૂદ લાચી તુર્ક સરદાર હતા અને તેઓ ઇલ્તુત્મિશના રાજ્યઅમલ દરમિયાન મધ્ય એશિયામાંથી હિંદમાં આવી વસ્યા હતા. ખુસરોનું મૂળ નામ અબૂલહસન હતું અને તેઓ સુપ્રસિદ્ધ સૂફી સંત…

વધુ વાંચો >

અષ્ટછાપ કવિઓ

અષ્ટછાપ કવિઓ : વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુ વલ્લભાચાર્ય (સન 1479થી 1531) અને તેમના પુત્ર ગોસાંઈ વિઠ્ઠલનાથજી(સન 1459થી 1529)ના પુષ્ટિસંપ્રદાયમાં દીક્ષા પામેલા આઠ વિશિષ્ટ કવિઓ. તેમાં સૂરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ, નંદદાસ, કુંભનદાસ ગોવિન્દદાસ, છીતસ્વામી, અને ચતુર્ભુજદાસનો સમાવેશ થાય છે. ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ પુષ્ટિમાર્ગની છાપ લગાવીને આઠ કવિઓને ‘અષ્ટછાપ’ કહ્યા છે. આમાંથી પ્રથમ ચાર મહાપ્રભુ…

વધુ વાંચો >

આચાર્ય, કેશવદાસ

આચાર્ય, કેશવદાસ (જ. 1555 ઓરછા બુંદેલખંડ; અ. 1617) : હિન્દીના પ્રસિદ્ધ કવિ અને કાવ્યજ્ઞ. ઓરછાનરેશ રામસિંહના ભાઈ ઇન્દ્રજિતસિંહની સભાના તેઓ કવિ હતા. તેમના ઘરાનામાં સંસ્કૃતની પરંપરા હતી, પરંતુ કેશવદાસે વ્રજ ભાષામાં કાવ્યરચના કરવાની શરૂઆત કરી. કેશવદાસ રીતિકાલના પ્રવર્તક હતા. તેમની રચનાઓ શાસ્ત્રીય અને રીતિબદ્ધ છે. કાવ્યમાં અલંકારનું સ્થાન પ્રધાન હોવું…

વધુ વાંચો >

ઇન્શા-ઇન્શાઅલ્લાહખાન

ઇન્શા, ઇન્શાઅલ્લાહખાન (જ. 1756 મુર્શિદાબાદ; અ. 1817) : હિંદી ખડી બોલી – ગદ્યના આદ્ય પુરસ્કર્તા પૈકીના એક. પિતા મીર માશા અલ્લાખાં કાશ્મીરથી દિલ્હી આવીને વસેલા અને શાહી હકીમ રૂપે કામ કરતા હતા. મુઘલ સમ્રાટની આર્થિક સ્થિતિ નબળી થવાથી તેઓ દિલ્હીથી મુર્શિદાબાદના નવાબની નિશ્રામાં ગયા, જ્યાં ઇન્શાનો જન્મ અને ઉછેર થયો.…

વધુ વાંચો >