અમરોહા : ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના મુરાદાબાદ જિલ્લામાં મુરાદાબાદ શહેરની પશ્ચિમ બાજુએ સોન નદીને કિનારે વસેલું શહેર. ભૌગોલિક સ્થાન : 280 55´ ઉ. અ. અને 780 28´ પૂ. રે. વસ્તી : 1,98,471 (2011). તે દિલ્હી અને મુરાદાબાદ સાથે રેલવેથી સંકળાયેલું છે. ખેતપેદાશોનું મોટું બજારકેન્દ્ર છે. હાથસાળ, માટીકામ અને ખાંડની મિલો તેના મુખ્ય ઉદ્યોગો છે. શહેરમાં આગ્રા યુનિવર્સિટી સાથે સંકળાયેલી કૉલેજો છે. મુસ્લિમ સંત શેખ સદ્દુનું સ્થાનક પણ અમરોહામાં છે.

હેમન્તકુમાર શાહ