નાઇટ્રિક ઍસિડ : એક પ્રબળ અકાર્બનિક ખનિજ (mineral) ઍસિડ. સૂત્ર HNO3. શુદ્ધ નાઇટ્રિક ઍસિડ રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉ.બિંદુ 83° સે., બાષ્પદબાણ 62 મિમી.(25° સે.), શ્યાનતા 0.761 સેપો.(25° સે.), ઘનતા 1.52 (25° સે.), અને ઠારબિંદુ  –47° સે. છે. તેના ઉપર પ્રકાશ પડવાથી તેમાંથી NO2 ઉત્પન્ન થવાને લીધે તેનું દ્રાવણ પીળા રંગનું બને છે. નાઇટ્રિક ઍસિડના…

વધુ વાંચો >

નાઇટ્રીકરણ (nitrification) : સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિજ અને પ્રાણિજ અવશિષ્ટ દ્રવ્ય તેમજ મૃત અવશેષોમાંના એમોનિયાનું ઉપચયન કરી નાઇટ્રેટમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. એમોનિયામાંથી નાઇટ્રેટ બનવાની પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. નાઇટ્રીકરણ વિશેની માહિતી 1877માં સૌપ્રથમ સ્ક્લોશિંગ અને મુન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકોએ મેળવી હતી. જ્યારે વિનોગ્રાડ્સ્કીએ આ પ્રક્રિયા માટે જવાબદાર બૅક્ટેરિયાની શોધ કરી હતી. પ્રથમ તબક્કામાં સૂક્ષ્મ જીવો એમોનિયાનું…

વધુ વાંચો >

નાઇટ્રેટ : નાઇટ્રિક ઍસિડમાંથી મેળવાતાં સંયોજનોના બે વર્ગો (ક્ષારો અને એસ્ટરો) પૈકીનું ગમે તે એક સંયોજન. ક્ષારો (દા. ત., NH4NO3) આયનિક સંયોજનો હોય છે અને તેમાં નાઇટ્રેટ ઋણાયન (NO3–) તરીકે હોય છે. એસ્ટરો નાઇટ્રિક ઍસિડના સહસંયોજક સંયોજનો હોય છે અને તેમની સંરચના R-O-NO2 હોય છે, જેમાં R એ એક કાર્બનિક સમૂહ (દા. ત., ઇથાઇલ, C2H5)…

વધુ વાંચો >

નાઇટ્રેટ ઑર્ગૅનિક (આયુર્વિજ્ઞાન) : હૃદયની નસો સંકોચાવાથી થતા દુખાવાની સારવારમાં વપરાતું ઔષધ. હૃદયના સ્નાયુની નસોમાં જ્યારે લોહી ઓછા પ્રમાણમાં વહે તો તેને હૃદ્-સ્નાયુની અલ્પરુધિરવાહિતા (myocardial ischaemia) કહે છે. તેનાથી થતા હૃદયના રોગને અલ્પરુધિરવાહી હૃદયરોગ (ischaemic heart disease) કહે છે. તેમાં કામ કરતાં કે બેઠાં બેઠાં છાતીમાં દુખાવો થાય તો તેને હૃદ્-પીડ (angina pectosis) કહે છે.…

વધુ વાંચો >

નાઇટ્રેશન : એક અથવા વધુ નાઇટ્રોસમૂહ (NO2) પ્રક્રિયક અણુમાં ઉમેરાઈને નાઇટ્રોસંયોજનો બનાવતી રાસાયણિક પ્રક્રિયા. આ નાઇટ્રોસમૂહ પ્રક્રિયામાં રહેલા કાર્બન, ઑક્સિજન કે નાઇટ્રોજન સાથે જોડાઈ અનુક્રમે નાઇટ્રો-પૅરેફિન/નાઇટ્રો ઍરોમૅટિક, એસ્ટર કે નાઇટ્રો-એમાઇન સંયોજનો બનાવે છે : –NO2 સમૂહનું ‘C’ સાથેનું જોડાણ ઉપર દર્શાવેલી પ્રત્યેક પ્રક્રિયામાં નાઇટ્રોસમૂહ હાઇડ્રોજન પરમાણુને ખસેડીને પ્રક્રિયક સાથે જોડાય છે. નાઇટ્રોસમૂહ બીજા પરમાણુ કે…

વધુ વાંચો >

નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ) : નાઇટ્રોજનનું 18.5 % જેટલું ઊંચું પ્રમાણ ધરાવતું પ્રબળ નાઇટ્રોવિસ્ફોટક અને ડાઇનમાઇટનો મુખ્ય ઘટક. રાસાયણિક સૂત્ર C3H5(ONO2)3. 1846માં ઇટાલિયન રસાયણજ્ઞ અસ્કાનિયો સોબ્રેરોએ 10° સે. અથવા તેથી નીચા તાપમાને રહેલા સાંદ્ર નાઇટ્રિક અને સલ્ફયુરિક ઍસિડના મિશ્રણમાં ધીમે ધીમે ગ્લિસરીન ઉમેરતા જઈ તે મેળવેલું. નાઇટ્રોગ્લિસરીન, ઍસિડ મિશ્રણ ઉપર ઉપલા સ્તર તરીકે મળે છે જેમાંથી…

વધુ વાંચો >

નાઇટ્રોજન : આવર્તક કોષ્ટકના 15મા (અગાઉ VB) સમૂહનું સૌથી ઓછું વજન ધરાવતું રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા N. પરમાણુક્રમાંક 7 અને પરમાણુભાર 14.0067. વનસ્પતિ અને પ્રાણીના શરીરનું એક અગત્યનું તત્વ. તેની શોધ માટેનું માન એડિનબરોના ઔષધશાસ્ત્રના વિદ્યાર્થી ડૅનિયલ રુધરફર્ડ (1772) (વૉલ્ટર સ્કૉટના ભત્રીજા), અંગ્રેજ રસાયણશાસ્ત્રી જૉસેફ પ્રિસ્ટલી, હેન્રી કૅવેન્ડિશ અને સ્વીડિશ રસાયણશાસ્ત્રી કાર્લ વિલ્હેમ શીલેને ફાળે…

વધુ વાંચો >

નાઇટ્રોજન-ચક્ર (nitrogen cycle) : કુદરતી જૈવિક, અને રાસાયણિક પ્રક્રમો દ્વારા પૃથ્વી પરનાં વાતાવરણ, પાણી, જમીન અને વનસ્પતિ તેમજ પ્રાણીસૃષ્ટિ વચ્ચે નાઇટ્રોજનનું વિવિધ સ્વરૂપે સતત પરિવહન. પર્યાવરણમાં રાસાયણિક તત્વોનાં વિવિધ ચક્રો પૈકીનું તે એક મુખ્ય ચક્ર છે. તેમાં એમોનીકરણ (ammonification), એમોનિયાનું પરિપાચન (assimilation), નાઇટ્રીકરણ (nitrification), નાઇટ્રેટનું પરિપાચન, નાઇટ્રોજન સ્થિરીકરણ અથવા સ્થાપન (fixation), અને વિનાઇટ્રીકરણ (denitrification) જેવી…

વધુ વાંચો >

નાઇટ્રોજનના ઑક્સાઇડો : નાઇટ્રોજનનાં ઑક્સિજન સાથેનાં રાસાયણિક સંયોજનો. હવામાં આ બંને તત્વો હાજર હોવા છતાં સીધાં જોડાઈ શકતાં નથી; પરંતુ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંયોજાય છે. નાઇટ્રોજનના અનેક ઑક્સાઇડ જાણીતાં છે. નીચેના કોષ્ટકમાં જાણીતા ઑક્સાઇડ તેમનાં બંધારણો તથા બનાવવાની રીતો તથા પ્રત્યેકના ઉપચયન-આંક દર્શાવ્યા છે. નાઇટ્રસ ઑક્સાઇડ તથા નાઇટ્રિક ઑક્સાઇડ : નાઇટ્રસ ઑક્સાઇડ સૂંઘવાથી નિશ્ચેતક અસર…

વધુ વાંચો >

નાઇટ્રોજન સ્થાપક જીવાણુ (nitrogen fixing bacteria) : હવામાં રહેલ નાઇટ્રોજનનું અપચયન કરી તેને સંકીર્ણ પદાર્થમાં ફેરવવાની ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવો. ડાયેઝોટ્રૉફ નામે ઓળખાતા આ બૅક્ટેરિયાનો સમૂહ મુક્ત નાઇટ્રોજન(N2)ને એમોનિયા(NH3)માં ફેરવી શકે છે. વીજળી(lightning), પારજાંબલી કિરણો અને દહનને લીધે સ્થિરીકરણ થતું હોય છે. પણ  જેટલું વૈશ્વિક સ્થિરીકરણ માત્ર જૈવિક પ્રક્રિયાને આભારી હોય છે. વનસ્પતિઓની ઉત્પત્તિ અને વૃદ્ધિ…

વધુ વાંચો >