Posts by Jyotiben
રોહિલખંડ
રોહિલખંડ : ઉત્તરપ્રદેશના વાયવ્ય ભાગમાં ઉપલી ગંગાનાં કાંપનાં મેદાનોના ભાગરૂપ નીચાણવાળો પ્રદેશ. તેનો કુલ વિસ્તાર 25,000 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરમાં નેપાળ અને ચીન તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ ગંગા નદી આવેલાં છે. રામાયણ અને મહાભારતમાં તેનો મધ્યદેશ તરીકે ઉલ્લેખ મળે છે. મુસ્લિમ ઇતિહાસકારોએ તેને ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાવ્યો છે. કહેવાય છે કે આર્યો સર્વપ્રથમ આવ્યા…
વધુ વાંચો >રોહિષ ઘાસ
રોહિષ ઘાસ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cymbopogon nardus (Linn.) Rendle syn. Andropogon nardus Linn.; C. caesius syn. A. shoenanthus var. caesius Hack (સં. રોહિષ તૃણ, ધૂપસુગંધિકા; હિં. રોસા ઘાસ, પાલખડી, ગંધેજ ઘાસ; બં. રામકર્પૂર; ક. કિરૂગંજણી, કાચી હુલ્લી, કડિલ્લુ; મ. રોહિસ ગવત; અં. સિટ્રોનેલા ગ્રાસ, કાચી ગ્રાસ) છે.…
વધુ વાંચો >રોહરર, હેન્રિક
રોહરર, હેન્રિક (Rohrer Heinrich) (જ. 6 જૂન 1933, બૉક્સ, સેટ ગૅલેન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 16 મે 2013 વોલેરો, સ્વીટ્ઝર્લૅન્ડ) : ક્રમવીક્ષણ ટનેલીંગ (scanning tunneling) માઇક્રોસ્કોપની રચના માટે ગર્ડ બિનિંગ સાથે 1986ના વર્ષનો નોબેલ પુરસ્કારનો અર્ધભાગ મેળવનાર સ્વિસ ભૌતિકવિજ્ઞાની. બાકીનો અર્ધભાગ અર્ન્સ્ટ રુસ્કાને ફાળે ગયો હતો. રોહરરે સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી 1955માં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ…
વધુ વાંચો >રોંસા, પિયરે દ’
રોંસા, પિયરે દ’ (જ. 11 સપ્ટેમ્બર 1524, લ પૉસોનિયેર, ફ્રાન્સ; અ. 27 ડિસેમ્બર 1585, તૂર્સ) : ફ્રેન્ચ રેનેસાંસ કાળના અગ્રણી કવિ. ઉમદા કુટુંબમાં જન્મેલા આ કવિએ 1536માં 12 વર્ષની વયે રાજવી કુટુંબમાં અનુચર તરીકેની નોકરી સ્વીકારી અને રાજકુમારી મૅડલિનનાં લગ્ન પંચમ જેમ્સ સાથે થયાં ત્યારે તેમની સાથે એડિનબરો પ્રયાણ કર્યું. 2 વર્ષ બાદ ફ્રાન્સ પરત…
વધુ વાંચો >ર્યાન, બની
ર્યાન, બની (જ. 5 ફેબ્રુઆરી 1892, ઍનેહેમ, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 1979, વિમ્બલડન, લંડન, ઇંગ્લૅન્ડ) : અમેરિકાનાં ટેનિસનાં મહિલા ખેલાડી. 1914 અને 1934 દરમિયાન તેઓ વિક્રમરૂપ 19 વિમ્બલડન ડબલ્સ વિજયપદક(12 મહિલા તથા 7 મિક્સ્ડ)નાં વિજેતા બન્યાં. આ વિક્રમ 1979માં બિલી કિંગના હાથે તૂટ્યો. ડબલ્સનાં ખેલાડી તરીકે તેમની સર્વોપરિતાની પ્રતીતિ રૂપે તેઓ અન્ય…
વધુ વાંચો >રયુક્યુ ટાપુઓ (Ryukyu Islands)
રયુક્યુ ટાપુઓ (Ryukyu Islands) : પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો એકસોથી વધુ ટાપુઓનો સમૂહ. તે 27° ઉ. અ. અને 128° પૂ. રે.ની આજુબાજુનો આશરે 3,120 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ જાપાનના મુખ્ય ટાપુઓથી શરૂ થઈને તાઇવાન તરફ વિસ્તરેલા છે. આ ટાપુસમૂહની કુલ વસ્તી 15,00,000 (1998) જેટલી છે, પરંતુ કેટલાક ટાપુઓ પર બિલકુલ…
વધુ વાંચો >રહાઇન
રહાઇન : જર્મનીની નદી. તે પશ્ચિમ યુરોપના મહત્વના દેશોમાં થઈને વહે છે. આશરે 1,320 કિમી. જેટલો જળવહનમાર્ગ રચતી આ નદી આશરે 2,24,600 ચોકિમી. જેટલા સ્રાવવિસ્તારને આવરી લે છે. આ નદી સ્વિટ્ઝર્લૅન્ડ, લિશ્તેનશાઇન, ઑસ્ટ્રિયા તથા ફ્રાન્સ-જર્મનીની સીમા પર થઈને વહે છે, ત્યાંથી જર્મની અને નેધરલૅન્ડ્ઝમાંથી પસાર થઈને ઉત્તર સમુદ્રને મળે છે. આ નદી સરેરાશ 2,340 ઘનમીટર/સેકંડ…
વધુ વાંચો >રહાઇન ધોધ
રહાઇન ધોધ : મધ્ય યુરોપના ઉત્તર સ્વિટ્ઝર્લૅન્ડ વિભાગમાં શાફહૉસેનથી નીચે તરફ આવેલો ભવ્ય ધોધ. પ્રપાતો સહિત આ જળધોધનો કુલ પાત 30 મીટર જેટલો થાય છે. તેની પહોળાઈ 164 મીટરની છે. વાસ્તવમાં તેના બે ભાગ પડે છે, જે સ્તંભાકાર ખડક- રચનાથી અલગ પડે છે. આ ધોધનો જમણી બાજુનો પાત 15 મીટરનો અને ડાબી બાજુનો 21 મીટરનો…
વધુ વાંચો >રહાઇનલૅન્ડ
રહાઇનલૅન્ડ : જર્મનીમાં રહાઇન નદી પર આવેલો ઐતિહાસિક વિસ્તાર. તે ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને નેધરલૅન્ડ્ઝની સીમાઓ સુધી વિસ્તરેલો છે. ભૌગોલિક સ્થાન : આ વિસ્તાર 50° 15´ ઉ. અ. અને 7° 00´ પૂ. રે. આજુબાજુ આવેલો છે. રહાઇન નદી પર આવેલા તેના મોકાના સ્થાનને કારણે તેમજ અહીંની સમૃદ્ધ ખનિજ-સંપત્તિને કારણે તે મહત્વનાં ઔદ્યોગિક મથકોના પ્રદેશ તરીકે…
વધુ વાંચો >રહાનિયેલ્સ
રહાનિયેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના અશ્મીભૂત સાઇલો-ફાઇટોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રની વનસ્પતિઓ સૌથી આદ્ય કક્ષાની વાહકપેશીધારી, મૂળવિહીન અને પર્ણવિહીન હોય છે. તેઓ ભૂમિગત ગાંઠામૂળી (rhizome) અને યુગ્મશાખી હવાઈ-પ્રરોહો ધરાવે છે. ભૂમિગત ગાંઠામૂળીની નીચેની સપાટીએથી મૂલાંગો(rhizoids)ના સમૂહો ઉત્પન્ન થાય છે. હવાઈ-પ્રરોહ લીલા, પ્રકાશસંશ્લેષી અને નગ્ન હોય છે. તેની સમગ્ર સપાટી ઉપર રંધ્રો આવેલા હોય છે. અથવા…
વધુ વાંચો >