રેશમના કીડા (silk worms) : રેશમના નિર્માણ માટે જાણીતી Bombyx mori ફૂદાની ઇયળ. તે રૂપાંતરણથી કોશેટા (pupa) બનાવતા રેશમના તાંતણા નિર્માણ કરી પોતાના શરીરની ફરતું રેશમનું કવચ (cocoon) બનાવે છે. રેશમનો તાર અત્યંત મજબૂત અને ચળકતો તાર છે. તેનો ઉપયોગ રેશમનાં કપડાં, ગાલીચા અને પડદા જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. રેશમ મોટી માત્રામાં સ્થિતિસ્થાપકતાનો ગુણ…

વધુ વાંચો >

રેસર્પિન (reserpine) : ભારતમાં થતી રાવોલ્ફિયા સર્પેન્ટિના (બેન્થ, Benth) નામની વનસ્પતિના મૂળમાંથી મળતો આલ્કેલૉઇડ તથા લોહીનું દબાણ ઘટાડવા માટે એક જમાનામાં વ્યાપક પ્રમાણમાં વપરાતી મુખમાર્ગી દવા. હાલ વધુ સુરક્ષિત ઔષધોની ઉપલબ્ધિને કારણે તેનો વપરાશ નહિવત્ થઈ ગયો છે; પરંતુ તેનું સૌથી મહત્વનું પાસું તે ઘણી સસ્તી દવા છે તે છે. ભારતીય આયુર્વેદનાં જૂનાં લખાણોમાં આ…

વધુ વાંચો >

રેસા અને રેસાવાળા પાકો રેસાઓ : કોઈ પણ પદાર્થના પહોળાઈની તુલનામાં અત્યંત લાંબા વાળ જેવા તંતુઓ. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ તે જાડી દીવાલો અને અણીદાર છેડાઓ ધરાવતો વિશિષ્ટ પ્રકારનો લાંબો કોષ છે. વ્યાપારિક દૃષ્ટિએ તે વિવિધ લંબાઈ ધરાવતો (મિમી.ના ભાગથી શરૂ કરી બે કે તેથી વધારે મીટર)ના એક અથવા સેંકડો કોષો વડે બનતો તંતુ છે. જોકે વનસ્પતિ-રેસાઓ…

વધુ વાંચો >

રેસા પ્રકાશિકી (fiber optics) : ટેલિવિઝન અને રેડિયો-સંકેતો લઈ જતા પ્લાસ્ટિક કે કાચના કેબલ અથવા પ્રકાશના નિર્દેશક કે પ્રતિબિંબો મોકલનાર એક જ કે સંખ્યાબંધ પ્લાસ્ટિક કે કાચના રેસાવાળું પ્રકાશીય તંત્ર. યોગ્ય પ્રકારના પારદર્શક પદાર્થના પાતળા રેસા પ્રકાશ-કિરણનું તેમની અંદર એવી રીતે વહન કરવાની ક્ષમતા ધરાવે છે કે જે દરમિયાન (આદર્શ સંયોગોમાં) આ કિરણના સહેજ પણ…

વધુ વાંચો >

રેસિયા ઘાટ (Resia Pass) : ઇટાલી-ઑસ્ટ્રિયાની સીમાની દક્ષિણે આશરે 1.6 કિમી. અંતરે તથા સ્વિસ ફ્રન્ટિયરની તદ્દન નજીક પૂર્વ તરફ આવેલો ઘાટ. આ ઘાટ ઑસ્ટ્રિયાના ઇન-રિવર ખીણપ્રદેશને ઇટાલીના એડિજ રિવર ખીણપ્રદેશ ‘વાલ વેનોસ્ટા’થી અલગ પાડે છે. આ ઉપરાંત આ ઘાટ એડ્રિયાટિક સમુદ્ર અને કાળા સમુદ્રના જળવિભાજકો તથા ર્હીટિયન આલ્પ્સ અને ઓઝતાલ આલ્પ્સને જુદા પાડે છે. આ…

વધુ વાંચો >

રેસીડેસી (Resedaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા પેરાઇટેલ્સ ગોત્રનું એક કુળ. આ કુળમાં 6 પ્રજાતિઓ અને લગભગ 70 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી 60 જેટલી જાતિઓ પ્રથમત: ભૂમધ્યસમુદ્રીય પ્રજાતિ Resedaની છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં Reseda pruinosa, R. aucheri, oligomeris glaucescens અને ochradenus baccatus થાય છે. તેની જાતિઓ યુરોપ, ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળા પ્રદેશોમાં, ઉત્તર…

વધુ વાંચો >

રૅસીન, ઝ્યાં (બાપ્તિસ્મા વિધિ) : 22 ડિસેમ્બર 1639, લા ફર્તે-મિલૉન, ફ્રાન્સ; અ. 21 એપ્રિલ 1699, પૅરિસ) : ફ્રેન્ચ નાટ્યકાર. ‘બ્રિટાનિક્સ’ (1669), ‘બૅરૅનિસ’ (1670), ‘બજાઝેત’ (1672) અને ‘ફૅદ્રે’ (1677) જેવી મહાન શિષ્ટ કરુણાંતિકાઓના સર્જક. એક વર્ષની ઉંમરે માતાનું અવસાન અને ત્રણ વર્ષના માંડ હતા ત્યારે પિતાનું મૃત્યુ. પિતા સ્થાનિક કરવેરાના કાર્યાલયમાં નોકરી કરતા હતા. દાદીએ ઉછેર્યા.…

વધુ વાંચો >

રેસીફ (Recife) : બ્રાઝિલના ઈશાન ભાગમાં આવેલા પર્નામ્બુકો રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 8° 58´ દ. અ. અને 34° 55´ પ. રે.. તે ઍટલૅન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારે કૅપબારિબે અને બેબીરિબે નદીઓના નદીનાળ મુખસંગમ પર આવેલું છે. આ શહેરનો કેટલોક ભાગ બ્રાઝિલની મુખ્ય ભૂમિ પર અને કેટલોક ભાગ ટાપુ પર આવેલો છે. નદીમુખ, મુખ્ય ભૂમિ અને…

વધુ વાંચો >

રેસ્ટરેશન કૉમેડી : અંગ્રેજી નાટ્યસાહિત્યનો એક હાસ્યરસિક નાટ્યપ્રકાર. 1660માં ઇંગ્લૅન્ડની રાજગાદીએ ચાર્લ્સ બીજાનું પુન:રાજ્યારોહણ થયું ત્યારથી માંડીને અઢારમી સદીના પૂર્વાર્ધમાં ‘સેન્ટિમેન્ટલ કૉમેડી’ના આગમન સુધી તેનો પ્રસાર રહ્યો. તે ‘આર્ટિફિશિયલ કૉમેડી’ અથવા ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ તરીકે પણ ઓળખાય છે. રાજવી સત્તાના ઉદય સાથે લંડનનાં નાટ્યગૃહો ફરીથી ધમધમતાં થવા માંડ્યાં અને નાટ્યભજવણી માટે નવાં નાટકોની રાષ્ટ્રભરમાં માગ…

વધુ વાંચો >

રેસ્પિઘી, ઓત્તોરિનો (જ. 9 જુલાઈ 1879, બોલોન્યા, ઇટાલી; અ. 18 એપ્રિલ 1936, રોમ, ઇટાલી) : રશિયન વાદ્યવૃંદકીય (orchestral) તરેહો અને આધુનિક જર્મન સંગીતકાર રિચર્ડ સ્ટ્રૉસની હિંસક શૈલીનો ઇટાલિયન સંગીતમાં આવિષ્કાર કરનાર આધુનિક ઇટાલિયન સ્વરનિયોજક. આરંભમાં સંગીતનો અભ્યાસ ઇટાલીના બોલોન્યા નગરમાં તથા પછીથી રશિયાના નગર સેંટ પીટર્સબર્ગમાં સ્વરનિયોજક રિમ્સ્કી કોસોકૉવ પાસે કર્યો. સેંટ પીટર્સબર્ગના ઑપેરા વાદ્યવૃંદમાં…

વધુ વાંચો >