Posts by Jyotiben
રેડ્ડી, રવીન્દર
રેડ્ડી, રવીન્દર (જ. 1956) : આધુનિક ભારતીય શિલ્પી. 1976થી 1982 સુધી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી રેડ્ડી શિલ્પકલામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી લંડન ખાતેની ઑવ્ લંડનની ગોલ્ડસ્મિથ કૉલેજ ઑવ્ આર્ટ્સમાં એક વરસ અભ્યાસ કરી 1983માં ડિપ્લોમા ઇન આર્ટ ઍન્ડ ડિઝાઇન મેળવ્યો. રેડ્ડી રતિભાવથી છલકતી હૃષ્ટપુષ્ટ અંગોપાંગો ધરાવતી…
વધુ વાંચો >રેડ્ડી, રાચમલ્લુ રામચન્દ્રા
રેડ્ડી, રાચમલ્લુ રામચન્દ્રા (જ. 1922, પૈડિયા પાલેચ, જિ. કડપા, આંધ્રપ્રદેશ; અ. 1988) : તેલુગુ સર્જકની ‘અનુવાદ સમસ્યલુ’ નામની કૃતિને 1988ના વર્ષ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ ગુંડ્ડી ઇજનેરી કૉલેજના વિદ્યાર્થી હતા ત્યારે 1942ના સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લેવા બદલ તેમને કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે ‘સવ્યસાચી’ નામના સાપ્તાહિકનું તથા ‘સંવેદન’ નામના પ્રતિષ્ઠિત સાહિત્યિક ત્રિમાસિકનું…
વધુ વાંચો >રેડ્ડી, વિજયરાઘવ પી.
રેડ્ડી, વિજયરાઘવ પી. (જ. 25 જૂન 1938, કોન્ડલોપલ્લી, જિ. કુડપ્પા, આંધપ્રદેશ) : હિંદી લેખક. આગ્રા હિંદી સાથે એમ.એ.; મૈસૂર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી તથા ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા મેળવ્યાં. હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિંદીના વડા રહ્યા અને અધ્યાપનકાર્ય કર્યું. 1967–68 સુધી તેઓ ‘અરવિંદ’ માસિકના અતિથિ સંપાદક, 1975–78 સુધી ‘સંસ્થાન બુલેટિન’ના સંપાદક અને 1978–81 દરમિયાન સંશોધનવિષયક સામયિક ‘ગવેષણા’ના…
વધુ વાંચો >રેણ
રેણ : જુઓ પાકું રેણ.
વધુ વાંચો >રેણુકા
રેણુકા : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper wallichi Hand. Mazz. syn. P. aurantiacum Wall. ex DC.; P. arcuatum Blume (સં. હિં. બં. ક. રેણુકા; મ. રેણુકબીજ) છે. તે એક મજબૂત અરોમિલ આરોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો ચર્મિલ અને 7.5 સેમી.થી 10.0 સેમી. લાંબાં હોય છે. નેપાળ, લખીમપુર અને આસામમાં…
વધુ વાંચો >રેણુ, ફણીશ્વરનાથ
રેણુ, ફણીશ્વરનાથ (જ. 4 માર્ચ 1921, ચૌરાહી; અ. 11 એપ્રિલ 1977) : આધુનિક હિંદી ગદ્યસાહિત્યમાં આંચલિક વિષયો પર આધારિત નવલકથા-વાર્તાઓના સફળ સર્જક. રેણુનું 20–25 પરિવારનું ગામ ચૌરાહી શહેરની બધી જ સવલતોથી વંચિત હતું. ત્યાં અમૃત મંડલનો પરિવાર રહેતો હતો. તેમના પુત્ર શિલાનાથ મંડલના ત્રણ પુત્રોમાં ફણીશ્વરનાથ સૌથી મોટા હતા. 11 માસ સુધી ગર્ભમાં રહેલા તેથી…
વધુ વાંચો >રેતી (sand)
રેતી (sand) : કોઈ પણ પ્રકારના ઝીણા ખનિજકણોથી બનેલો છૂટો દ્રવ્યજથ્થો. રેતી કુદરતી પરિબળો દ્વારા તૈયાર થતી હોય છે. મોટાભાગના રેતી-નિક્ષેપોમાં જે તે ખનિજકણો ઉપરાંત માટી અને કાંપનું ભિન્ન ભિન્ન પ્રમાણ રહેલું હોય છે. કેટલાક જથ્થાઓમાં કાંકરીઓ પણ હોય છે. રેતીનું ખનિજ-બંધારણ અને ખનિજોનાં કણકદ જુદાં જુદાં હોઈ શકે છે. પૃથ્વીના પટ પર પ્રદેશભેદે રેતીના…
વધુ વાંચો >રેતી-આડ (sandbar)
રેતી-આડ (sandbar) : રેતી-જમાવટથી રચાયેલી વિતટીય (off shore) આડશ. તે સ્થૂળ કે સૂક્ષ્મ રેતીકણોથી બનેલી હોય છે. દરિયાઈ કંઠારના રેતપટમાંથી મોજાંને કારણે તે તૈયાર હોય છે. મોજાંની વમળક્રિયાથી દરિયાઈ રેતપટનો સમુદ્રજળ હેઠળનો ભાગ ખોતરાતો જતો હોય છે. ખોતરાયેલા છીછરા ભાગમાં રેતીની જમાવટ થાય છે. મોજાં અને સમુદ્રપ્રવાહો રેતીને આઘીપાછી કરતાં રહે છે અને સમય વીતતાં…
વધુ વાંચો >રેતીખડક (sandstone)
રેતીખડક (sandstone) કણજન્ય જળકૃત ખડકો પૈકીનો એક ઘણો જ અગત્યનો ખડક-પ્રકાર. (તેમનાં કણકદ, કણ-આકાર, ખનિજ-બંધારણ અને પ્રકારો માટે જુઓ, રેતીયુક્ત ખડકો.) વર્ગીકરણ : રેતીખડકો મુખ્ય ત્રણ સમૂહોમાં વિભક્ત થાય છે : (1) પાર્થિવ પ્રકાર : આ રેતીખડકના કણોનો ઉદભવસ્રોત ભૂમિસ્થિત ખડકો હોય છે. તેમની ઉત્પત્તિસ્થિતિ કોઈ પણ પ્રકારના પાણીના જથ્થામાં થયેલી હોય છે. અર્થાત્ નિક્ષેપ-થાળાની…
વધુ વાંચો >રેતી-ચિત્ર (sand painting)
રેતી-ચિત્ર (sand painting) : ભારતીય લોકકળાનો એક પ્રકાર. બીજું નામ ધૂલિચિત્ર. હાલનું પ્રચલિત નામ રંગોળી. પ્રાચીન સમયથી ભારતમાં રેતી-ચિત્રની પરંપરા ચાલુ છે. કલાભાષ્ય વિષ્ણુધર્મોત્તર પુરાણમાં પણ રેતી-ચિત્રનો ઉલ્લેખ છે. આંદામાન-નિકોબાર, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, નેપાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડ જેવા, જ્યાં ભારે વર્ષા અને હિમવર્ષાને કારણે માત્ર લાકડાં અને વાંસમાંથી ઘર બાંધવામાં આવે…
વધુ વાંચો >