Posts by Jyotiben
રેડિયો-ઍક્ટિવ કાલગણના (radio active dating)
રેડિયો-ઍક્ટિવ કાલગણના (radio active dating) : રેડિયો-ઍક્ટિવ ન્યૂક્લાઇડોની મદદ વડે કોઈ પણ પ્રાચીન ખડક કે વનસ્પતિની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ. યુરેનિયમ, રેડિયમ જેવાં ભારે તત્વો રેડિયો-ઍક્ટિવ હોય છે, અર્થાત્ આપમેળે તેમાંથી વિકિરણો નીકળે છે. આ પ્રક્રિયામાં એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતરણ થાય છે. દરેક રેડિયો-ઍક્ટિવ તત્વને પોતાનો અર્ધજીવનકાળ અથવા અર્ધઆયુષ્ય (half life) હોય છે. અર્ધજીવનકાળ…
વધુ વાંચો >રેડિયો-ઍક્ટિવ ક્ષય
રેડિયો-ઍક્ટિવ ક્ષય : યુરેનિયમ, થોરિયમ, રેડિયમ જેવાં ભારે તત્વોમાં પરમાણુઓની સ્વયંભૂ વિભંજન થવાની ઘટના. આવી પ્રક્રિયા અથવા રેડિયો-ઍક્ટિવ ક્ષયને કારણે તત્વનો પરમાણુ-ક્રમાંક બદલાય છે. પરિણામે એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતર થાય છે. ક્ષયની પ્રક્રિયા દરમિયાન વિકિરણનું ઉત્સર્જન થાય છે. આ વિકિરણમાં આલ્ફા, બીટા અને ગૅમાનો સમાવેશ થાય છે. આલ્ફા અને બીટા-ક્ષય એ સામાન્ય ઘટના છે.…
વધુ વાંચો >રેડિયો-ઍક્ટિવ ખનિજો
રેડિયો-ઍક્ટિવ ખનિજો : રાસાયણિક બંધારણની દૃષ્ટિએ આવશ્યક રીતે યુરેનિયમ અથવા થોરિયમ જેવાં રેડિયો-ઍક્ટિવ તત્વો ધરાવતાં ખનિજો. આવાં 150 જેટલાં ખનિજો પ્રથમ વિભાગમાં આવે છે. તેમાં કેટલાંક વિરલ છે તો કેટલાંક હજુ સુધી સંપૂર્ણ રીતે જાણી શકાયાં નથી. આર્થિક મહત્વની દૃષ્ટિએ મુખ્ય યુરેનિયમ ખનિજો તરીકે ઑક્સાઇડ યુરેનિનાઇટ (uraninite) તથા તેનો પિચ બ્લેન્ડ પ્રકાર, વેનાડેટ્સ કાર્નોટાઇટ અને…
વધુ વાંચો >રેડિયો-ઍક્ટિવ તત્વો
રેડિયો-ઍક્ટિવ તત્વો : રેડિયો-સક્રિયતા ધરાવતાં એવાં તત્ત્વો કે જેમના પરમાણુઓ અસ્થિર હોઈ વધારાની ઊર્જા સ્વયંભૂપણે (spontaneously) આલ્ફા (α), બીટા (β) કે ગૅમા (β) – વિકિરણ રૂપે ઉત્સર્જિત કરે છે. જો પરમાણુ α-કણ (હીલિયમ નાભિક) ઉત્સર્જિત કરે તો તેના પરમાણુક્રમાંક(atomic number)માં 2 એકમનો અને પરમાણુભાર(atomic weight)માં 4 એકમનો ઘટાડો થાય છે. જો β-કણ (ઇલેક્ટ્રૉન) ઉત્સર્જિત થાય…
વધુ વાંચો >રેડિયો-ઍક્ટિવ શ્રેણી
રેડિયો-ઍક્ટિવ શ્રેણી : એક જ પિતૃ પરમાણુ(તત્વ)માંથી ક્રમિક રીતે નિર્માણ થતું નીપજ(પુત્રી)-તત્વ. કુદરતમાં મળી આવતાં રેડિયો-ઍક્ટિવ તત્ત્વો રેડિયો-ઍક્ટિવિટીનું પ્રદર્શન કરે છે. તાજેતરમાં ઘણું કરીને ન્યૂટ્રૉનનો મારો કરવાથી પ્રયોગશાળામાં કેટલાક હજાર રેડિયો-ઍક્ટિવ સમસ્થાનિકો પેદા કરી શકાય છે. આવાં તત્વ કૃત્રિમ રેડિયો-ઍક્ટિવિટી દર્શાવે છે. કૃત્રિમ રેડિયો-ઍક્ટિવ તત્વોની સંખ્યાની સરખામણીમાં કુદરતી રેડિયો-ઍક્ટિવ તત્વોની સંખ્યા ઘણી ઓછી (50થી 70…
વધુ વાંચો >રેડિયો-ઍક્ટિવિટી
રેડિયો-ઍક્ટિવિટી : આલ્ફા અને બીટા-કણો તથા ઉચ્ચ-ઊર્જા ગૅમા- કિરણોના ઉત્સર્જન સાથે ભારે તત્વોના સમસ્થાનિકો(રેડિયો સમસ્થાનિકો)ની ન્યૂક્લિયસનું આપમેળે થતું વિભંજન (disintegration). જુદા જુદા 2,300થી વધુ જાણીતા પરમાણુઓમાં 2,000થી વધુ પરમાણુઓ રેડિયો-ઍક્ટિવ છે. આશરે 90 રેડિયો-ઍક્ટિવિટી જાતો કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે. બાકીના બીજા બધા રેડિયો-ઍક્ટિવ પરમાણુઓ વિજ્ઞાનીઓ કૃત્રિમ રીતે તૈયાર કરે છે. ફ્રાન્સના એ. એચ. બેકેરલે 1896માં…
વધુ વાંચો >રેડિયોકાર્બન વયનિર્ધારણ (radiocarbon dating)
રેડિયોકાર્બન વયનિર્ધારણ (radiocarbon dating) કાર્બનિક પદાર્થમાં રહેલા વિકિરણધર્મી કાર્બન(રેડિયોકાર્બન14C)ના પરમાણુઓના અંશ ઉપરથી નમૂનાની આવરદાનો અંદાજ કાઢવાની એક પદ્ધતિ. આ રીત જૂના નમૂનામાં રહેલા 14C અને તાજા સંદર્ભ દ્રવ્યમાં રહેલા 14C સમસ્થાનિકના પ્રમાણના ગુણોત્તર માપન ઉપર આધારિત છે. અમેરિકન વૈજ્ઞાનિક વિલાર્ડ ફ્રૅન્ક લિબી (1908 –1980) અને તેમના સહવૈજ્ઞાનિકો, મુખ્યત્વે ઈ. સી. ઍન્ડરસન અને જે. આર. આર્નોલ્ડ…
વધુ વાંચો >રેડિયો-ટેલિસ્કોપ
રેડિયો-ટેલિસ્કોપ : અવકાશીય પિંડો(પદાર્થો)માંથી નીકળતા મંદ રેડિયો-તરંગોને એકત્રિત કરી તેમનું માપન કરનાર ઉપકરણ. જેમ પ્રકાશીય (optical) ટેલિસ્કોપ પ્રકાશને એકત્રિત કરે છે, તેમ રેડિયો-ટેલિસ્કોપ રેડિયો-તરંગોને ભેગા કરે છે. હકીકતમાં તો પ્રકાશ અને રેડિયો-તરંગો વિદ્યુત-ચુંબકીય તરંગો જ છે, કારણ કે તે વિદ્યુત-ચુંબકીય વિકિરણના ભાગ (અંશ) છે. પ્રકાશના તરંગોની તરંગલંબાઈ આશરે 4000 Åથી 8000 Å વચ્ચે હોય છે;…
વધુ વાંચો >રેડિયો તસવીર
રેડિયો તસવીર : રેડિયો-તરંગોની મદદથી દૂરના અવકાશીય પદાર્થોની મેળવવામાં આવતી તસવીરો. રેડિયો-તરંગો વિદ્યુતચુંબકીય વિકિરણનો અંશ છે. તે ઓછી આવૃત્તિ અને મોટી તરંગલંબાઈ ધરાવતું વિદ્યુત-ચુંબકીય વિકિરણ છે. રેડિયો-તરંગોની આવૃત્તિ આશરે 10 કિલોહર્ટ્ઝ અને 1,00,000 મેગાહર્ટ્ઝ વચ્ચે હોય છે. તેમની તરંગલંબાઈનો ક્રમ મિલિમીટરથી કિલોમીટર વચ્ચે હોય છે. રેડિયો-તરંગો, વિદ્યુત-ચુંબકીય વિકિરણ હોઈ, પ્રકાશની ઝડપે ગતિ કરે છે. રેડિયો-તરંગોની…
વધુ વાંચો >રેડિયો-નાટક
રેડિયો-નાટક : સમૂહપ્રત્યાયન(સંચાર)નાં સાધનો પૈકીનું એક સાધન. મુદ્રણ (કહેતાં છાપું, સામયિક, પુસ્તક), ફિલ્મ, ટેલિવિઝન અને ઇન્ટરનેટ જેવું એ એક સમૂહમાધ્યમ છે. એટલે કે પ્રત્યાયક (communicator) પાસેથી એકસાથે એક સમયે અનેક સ્થળોએ વિવિધ પ્રકારના શ્રોતાઓ–ભાવકો સુધી પહોંચતું એ માધ્યમ છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મુદ્રણ અને ફિલ્મ પછી રેડિયોના માધ્યમનો પ્રારંભ વીસમી સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં…
વધુ વાંચો >