રેડગ્રેવ, વૅનેસા (જ. 30 જાન્યુઆરી 1937, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ અભિનેત્રી. પિતા : સર માઇકલ રેડગ્રેવ. અભિનેતા પિતા પાસેથી અભિનયનો વારસો મેળવનાર વૅનેસાએ લંડનની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ ડ્રામા ઍન્ડ સ્પીચમાં તાલીમ મેળવી હતી. કારકિર્દીનો પ્રારંભ 1957માં નાટકોથી શરૂ કર્યો. તેમાં સફળતા મેળવ્યા પછી ‘બિહાઇન્ડ ધ માસ્ક’ (1959) ચિત્રમાં પહેલી વાર પડદા પર આવ્યાં. આ ચિત્રમાં…

વધુ વાંચો >

રેડફર્ડ, રૉબર્ટ (જ. 18 ઑગસ્ટ 1937, સાન્ટા મૉનિકા, કૅલિફૉર્નિયા) : અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ : ચાર્લ્સ રૉબર્ટ રેડફર્ડ જુનિયર. તેમના પિતા હિસાબનીસ હતા. રૉબર્ટ રેડફર્ડ અભિનેતા બન્યા એ પહેલાં બેઝબૉલના ખેલાડી હતા. એને કારણે જ તેમને શિષ્યવૃત્તિ મળતાં તેઓ કૉલોરાડો યુનિવર્સિટીમાં જોડાયા હતા, પણ 1957માં યુનિવર્સિટી છોડી દીધી. તેમનો ઇરાદો ચિત્રકાર થવાનો હતો. એ માટે તેમણે…

વધુ વાંચો >

રેડફીલ્ડ, રૉબર્ટ (જ. 4 ડિસેમ્બર 1897, શિકાગો; અ. 16 ઑક્ટોબર 1958) : અમેરિકાના નૃવંશશાસ્ત્રી. તેમના પિતા બેરથા ડ્રેઇર રેડફીલ્ડ શિકાગોના ખ્યાતનામ વકીલ હતા. તેમનાં માતા પણ સુશિક્ષિત અને સંસ્કારી હતાં. રૉબર્ટ રેડફીલ્ડે શાળા અને કૉલેજ-શિક્ષણ શિકાગોમાંથી મેળવ્યું હતું. ઈ. સ. 1915માં તેમણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ઈ. સ. 1920માં કાયદાની પદવી પ્રાપ્ત કરીને થોડોક સમય…

વધુ વાંચો >

રેડ બુક (1966) : ચીનના નેતા માઓ-ત્સે-તુંગનાં સામ્યવાદ અંગેનાં વિચારો અને અવતરણોનો સંગ્રહ.  પૂરું શીર્ષક છે ‘લિટલ રેડ બુક.’ માઓએ 1966માં ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિનો આરંભ કર્યો. આ લડતને દોરવણી આપતું પુસ્તક ‘લિટલ રેડ બુક’ હતું, મૂળ પુસ્તક ‘ક્વોટેશન્સ ફ્રોમ ચેરમેન માઓ-ત્સે-તુંગ’ હતું જેનું સંપાદન લીન પિઆઓએ કર્યું. આ સંપાદન એટલે ‘લિટલ રેડ બુક’. આ ક્રાંતિમાં…

વધુ વાંચો >

રૅડમિલૉવિક, પૉલ (જ. 5 માર્ચ 1886, કાર્ડિફ, ગ્લેમરગન, વેલ્સ; અ. 29 સપ્ટેમ્બર 1968, સમરસેટ) : તરણ તથા વૉટરપોલોના યુ.કે.ના ખેલાડી. બ્રિટિશ ટીમના ખેલાડી તરીકે વૉટર-પોલોની રમતમાં ઓલિમ્પિક રમતોત્સવ ખાતે 1908, 1912 અને 1920માં  એ રીતે ઉત્તરોત્તર 3 વાર સુવર્ણ ચન્દ્રકોના તેમજ 1908માં 4  200 મી. ફ્રીસ્ટાઇલ તરણમાં સુવર્ણ ચન્દ્રકના વિજેતા બન્યા હતા. 1924 તથા 1928માં…

વધુ વાંચો >

રેડિયન માપ (radian measure) : ખૂણો માપવાની વૃત્તીય પદ્ધતિના માપનો એકમ. ભૂમિતિમાં ખૂણો માપવા માટેની આ પદ્ધતિ વર્તુળના ગુણધર્મો પર આધારિત હોવાથી તેને વૃત્તીય પદ્ધતિ કહેવામાં આવે છે. ભૂમિતિમાં ખૂણા માપવા અંગેનો જાણીતો એકમ અંશ (degree) છે. વર્તુળના ચાર સરખા ભાગ પાડવાથી વર્તુળના કેન્દ્ર આગળ બનતા પૂર્ણ ખૂણા(360°)ના ચાર સરખા ભાગ પડે છે. દરેક ભાગ…

વધુ વાંચો >

રેડિયમ : આવર્તક કોષ્ટકના બીજા (અગાઉના II A) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Ra. આલ્કલાઇન મૃદા ધાતુઓ (alkaline earth metals) પૈકી તે સૌથી ભારે તત્વ છે. 1898માં પિયરી અને મેરી ક્યુરી તથા જી. બેમૉન્ટે પિચબ્લેન્ડ નામના ખનિજના કેટલાક ટનનું ઐતિહાસિક પ્રક્રમણ કરી અલ્પ માત્રામાં તેને ક્લોરાઇડ રૂપે છૂટું પાડેલું. તે વિકિરણધર્મી હોવાથી માદામ ક્યુરીએ લૅટિન radius…

વધુ વાંચો >

રેડિયલ, તરંગફલન (radial wave-function) R(r) અથવા R(nl) : પરમાણુના નાભિકથી તેના અંતરના ફલન (function) તરીકે ઇલેક્ટ્રૉનની વર્તણૂક દર્શાવતું તરંગફલન. પરમાણુઓ અથવા અણુઓમાંના ઇલેક્ટ્રૉનની વર્તણૂક સમજવા માટે ક્વૉન્ટમ યાંત્રિકીનો ઉપયોગ થાય છે. આ સિદ્ધાંત પ્રણાલીના ક્વૉન્ટીકૃત (quantized) ઊર્જાસ્તરોની આગાહી કરે છે. અહીં અણુ કે પરમાણુની કક્ષકોમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રૉનની ગતિ વર્ણવવામાં અને તે વડે તેની ઊર્જા,…

વધુ વાંચો >

રેડિયો-આવૃત્તિ તાપન (radio frequency heating) : ઊંચી આવૃત્તિવાળા રેડિયો તરંગોની મદદથી ધાતુઓને ગરમ કરવાની પ્રક્રિયા. તેમાં આશરે 70,000 Hzના તરંગની જરૂર પડે છે. રેડિયો-આવૃત્તિની બે રીતો વિકસાવવામાં આવી છે. તે પૈકીની એક રીત પ્રેરણ-તાપન(induction heating)ની છે. આ રીત ધાતુઓને ગરમ કરવા માટે તેમજ જે ધાતુઓ સુવાહક છે તેમને માટે ઘણી જ અસરકર્તા છે. પારવીજ-તાપન (dielectric…

વધુ વાંચો >

રેડિયો-ઍક્ટિવ કચરો (radio-active waste) : ન્યૂક્લિયર બળતણની દહન-પ્રક્રિયા દરમિયાન રિઍક્ટરમાં આડપેદાશ રૂપે નીપજતાં હાનિકારક રેડિયો-ઍક્ટિવ તત્વો. સામાન્ય રીતે ભૌતિક પદાર્થો કે રસાયણોના ઉત્પાદન તેમજ બીજી ઔદ્યોગિક ગતિવિધિઓના કારણે આડપેદાશ રૂપે જે કચરો ઉત્પન્ન થાય છે તે માનવજીવન તેમજ પર્યાવરણ માટે હાનિકારક હોય છે. આ કચરો ઝેરી હોય કે સળગી જાય તેવો હોય, ચેપી હોય કે…

વધુ વાંચો >