કેમ્પ્ટોનાઇટ : ભૂમધ્યકૃત ખડકોનો પ્રકાર. મૅગ્માની સ્વભેદનક્રિયાથી ઉદભવેલો ઘેરા રંગવાળો બેઝિક અગ્નિકૃત ખડક. તેની કણરચના અંત:કૃત અને બહિષ્કૃત ખડકોની વચ્ચેની છે. તેથી નરી આંખે તેના ખનિજબંધારણમાં રહેલાં ખનિજો પારખી શકાતાં નથી, માત્ર સૂક્ષ્મદર્શક હેઠળ તેનું ખનિજ-બંધારણ જોઈ-જાણી શકાય છે. આ ખડકના બંધારણમાં પ્લેજિયોક્લેઝ, આલ્કલી ઍમ્ફિબૉલ-બાર્કેવિકાઇટ અને પાયરૉક્સિન-ટાઇટનઓગાઇટ ખનિજો રહેલાં હોય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે