સાબુકરણ–આંક : 1 ગ્રા. તેલ અથવા ચરબી જેવાં એસ્ટરનું પૂર્ણ જળવિભાજન કરવાથી નીપજેલા ઍસિડનું તટસ્થીકરણ કરવા માટે આવશ્યક પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડનું મિલીગ્રામમાં વજન. જેમ એસ્ટરનો અણુભાર ઓછો તેમ તેનો સાબુકરણ-આંક ઊંચો. ‘સાબુકરણ’ શબ્દનો અર્થ સાબુ બનાવવો એમ થાય છે. ચરબીના આલ્કલી દ્વારા જળવિભાજનથી સાબુ બનાવી શકાય છે. સાબુ એ ખૂબ લાંબી શૃંખલા-વાળા ચરબીજ ઍસિડનો સોડિયમ-ક્ષાર છે;
દા.ત., સોડિયમ સ્ટિયરેટ Na+ C17H35COOθ.
કેટલાંક તેલ / ચરબીના સાબુકરણ-આંક નીચે દર્શાવ્યા છે :
| સાબુકરણ-આંક | |
| દિવેલ | 181 |
| કોપરેલ | 255 |
| મકાઈનું તેલ | 190 |
| કપાસિયા | 193 |
| માખણ | 2102-30 |
| માર્જરિન | 1901-95 |
| ઑલિવ તેલ | 1851-90 |
| અળસીનું તેલ | 192 |
| તાડનું તેલ (palm) | 200 |
| સરસિયું | 175 |
| સોયાતેલ | 193 |
| (મટન) ટૅલો | 196200 |
જ. પો. ત્રિવેદી
