લંબ આંજિયો

January, 2004

લંબ આંજિયો : જુવારના પાકમાં ફૂગથી દાણાનો થતો રોગ. વિશેષત: આ લંબ આંજિયો સંકર જાતોમાં જોવા મળે છે. ડૂંડું નીકળ્યા બાદ ડૂંડાના છૂટાછવાયા દાણામાં ફૂગનું આક્રમણ થતાં દાણો ભરાતો નથી; જ્યારે દાણા પર ફૂગના બીજાણુઓ કાળા પાઉડર-સ્વરૂપમાં પ્રસરે છે. ચેપિત દાણા સામાન્ય દાણા કરતાં લાંબા, નળાકાર અને છેડે અણીવાળું સ્વરૂપ ધારણ કરે છે, જેની લંબાઈ 4 સેમી. અને પહોળાઈ 5 થી 10 મિલિમીટર હોય છે અને આ દાણા ફૂગના બીજાણુઓથી ભરાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે રોગપ્રતિકારક જાતો વાવવી અને તેનો ફેલાવો અટકાવવા માટે તેની અસરવાળા છોડો ઉપાડી તેમનો નાશ કરવો જરૂરી છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ