રૂપક/તેવરા : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો તાલ. કેટલાક વિદ્વાનો તેવરા તાલને ‘તીવ્રા તાલ’ નામથી પણ ઓળખાવે છે. બંને તાલમાં ઘણું સામ્ય છે; દા.ત., રૂપક અને તેવરા બંને તાલમાં સાત માત્રા અને ત્રણ ખંડ હોય છે. બંને વચ્ચે તબલાના બોલનો જ તફાવત છે :

બંને તાલમાં પહેલી માત્રા પર સમ અને ખાલી આવે છે.

ગઝલ, ભજન અને સુગમ સંગીતમાં રૂપક તાલનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે