રુહર (નદી) : જર્મનીના વેસ્ટફાલિયામાંના રોથરબર્ગ પર્વતોમાંથી નીકળતી નદી. દુનિયાભરમાં અને વિશેષે કરીને યુરોપમાં જાણીતી બનેલી રુહર ખીણમાં થઈને તે 232 કિમી. જેટલું અંતર કાપે છે. આ નદી પશ્ચિમ તરફ વહીને દુઇસબર્ગ નજીક રહાઇન નદીને મળે છે.
રુહર નામની બીજી એક નદી બેલ્જિયમની સીમા પરથી નીકળે છે, તે ‘રોઅર’ (Roer) નામથી પણ ઓળખાય છે. તે જર્મનીને વીંધીને ઉત્તર તરફ 108 કિમી. લંબાઈમાં વહે છે અને નેધરલૅન્ડ્ઝના રોઅરમૉન્ડ ખાતે માસ (મ્યુસ) નદીને મળે છે.
જાહ્નવી ભટ્ટ