રિયલગાર (realgar) : આર્સેનિકનું સલ્ફાઇડ. રાસાયણિક બંધારણ As4 S4.
આ ખનિજ દાણાદાર અથવા ચૂર્ણ સ્વરૂપમાં જોવા મળે છે. તેનો રંગ રાતો-નારંગી છે. આ ખનિજ 320 સે. તાપમાન આપવાથી પીગળે છે. આ તાપમાને વાદળી રંગની જ્વાળાથી સળગી – આર્સેનિક અને સલ્ફરની ધૂમ્રસેરોથી સળગે છે.

રિયલગાર
અગાઉના તમામ રિયલગારના ઉપયોગો તેની જોખમી ગુણવત્તાને કારણે પ્રતિબંધિત થયા છે; જેવા કે, ફટાકડા, ખસલુ(ઘાસ)ને બાળવામાં, ઉંદરો અને જીવાતને આર્સેનિકના ધુમાડાથી મારવામાં, મૃત જાનવરના ચામડાની રુંવાટી દૂર કરવામાં વગેરે.
આર્સેનિક ઝેરી હોવાથી તે માનવશરીરમાં પ્રવાહી સ્વરૂપે લેવામાં આવે તો મૃત્યુનું કારણ પણ બની શકે.
રિયલગાર સીસું, ચાંદી અને સોનાની કાચી ધાતુમાં હંગેરી, બોહામિયા, અમેરિકા વગેરે દેશોમાં જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા
પ્રકાશ ભગવતી
