વાધવાન, જગદીશ ચંદર [જ. 5 ઑગસ્ટ 1918, ગુજરાનવાલા, પંજાબ (હાલ પાકિસ્તાનમાં)] : ઉર્દૂ વિવેચક અને પંડિત. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી હતી.
તેમણે વેપારની સાથોસાથ લેખનકાર્ય કર્યું. અત્યાર સુધીમાં તેમણે બે ગ્રંથો આપ્યા છે. ‘મન્તોનામ’ (1989); ‘ક્રિશ્ર્ન ચંદર શખ્શિયત ઔર ફન’ (1993) એ બંને તેમના જાણીતા સંશોધન અને વિવેચનસંગ્રહ છે.
આ માટે તેમને દિલ્હી ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ; ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ; બિહાર ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ તથા પશ્ચિમ બંગાળ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા