વસુંધરાદેવી, રતકોન્ડા (જ. 17 ડિસેમ્બર 1931, પરચુર, જિ. પ્રકાશમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એસસી. (ઑનર્સ) અને એમ.એસસી.ની ડિગ્રીઓ મેળવી હતી.
અત્યાર સુધીમાં તેમણે 3 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ગાલીરથમ્’ (1977); ‘નીડાલુ’ (1982) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે અને ‘રેડ્ડામ્મા ગુન્ડુ’ (1985) નવલિકા છે.
1978માં તેમને નુટલપાટી ગંગાધરમ્ ઍવૉર્ડ; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તથા તેલુગુ યુનિવર્સિટી તરફથી 1992માં પ્રતિભા પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા