વર્ઘિસ, કાંજિરાતુંકલ (જ. 15 જૂન 1922, કડુતુરુતી, જિ. કોટ્ટયમ્, કેરળ) : મલયાળમ લેખક. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સેવાનિવૃત્ત થયા. પછી લેખનકાર્ય આરંભ્યું.
તેમણે અત્યાર સુધીમાં મલયાળમમાં 60 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એલ્લમ નિનાકુવેન્ડી’ (1988); ‘નાતિન્પુરતિન્લે મકાલ’ (1989) તેમની જાણીતી નવલકથાઓ છે. ‘સ્પર્શમાપિની’ (1989); ‘પૉન્નિલવુ પારકુન્નુ’ તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. તેમણે 5 એકાંકીઓ પ્રગટ કર્યાં છે, જે ઉલ્લેખનીય છે.
તેમને 1974માં રાજ્યશિક્ષક ઍવૉર્ડ; 1981માં એ. કે. સી. સી. લિટરરી ઍવૉર્ડ અને 1978માં પ્રકાશમ્ પ્રાઇઝ પ્રાપ્ત થયાં હતાં.
બળદેવભાઈ કનીજિયા