મૅડિસન, જેમ્સ (જ. 16 માર્ચ 1751, પૉર્ટ કૉનવે, વર્જિનિયા; અ. 28 જૂન 1836, ઓરેન્જ, વર્જિનિયા) : અમેરિકાના રાજકારણી અને ચોથા પ્રમુખ (1809–1817). તેમણે કૉલેજ ઑવ્ ન્યૂ જર્સી (પ્રિન્સટન યુનિવર્સિટી) ખાતે અભ્યાસ કર્યો.

1776માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે 1787ના ‘કૉન્સ્ટિટ્યૂશનલ કન્વેન્શન’માં અગ્રણી તરીકે ભાગ ભજવ્યો. ‘ધ ફેડરાલિસ્ટ પેપર્સ’ના લેખનમાં તેમનો નિર્ણાયક ફાળો હતો.

જેમ્સ મૅડિસન

તેઓ સૌપ્રથમ નૅશનલ કૉંગ્રેસમાં ચૂંટાયા હતા અને જેફસૉર્નિયન રિપબ્લિકન પાર્ટીના નેતા બન્યા. જેફર્સનના સત્તાકાળ દરમિયાન, તેઓ સેક્રેટરી ઑવ્ સ્ટેટ તરીકે નિયુક્ત થયા. 1809થી તેઓ બે મુદત માટે પ્રમુખ બન્યા. તેઓ હોદ્દા પર હતા તે દરમિયાન નેપોલિયન સામેના યુદ્ધ તથા બ્રિટન સાથેની અથડામણ (1812નું યુદ્ધ) જેવી ઘટનાઓ ઘટી હતી.

મહેશ ચોકસી