મૅકાર્થી, પૉલ (જ. 18 જૂન 1942, લિવરપુલ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના રૉક ગાયક, ગીતલેખક અને ષડ્જ સૂરના ગિટારવાદક. પહેલાં તે બીટલ્સ વૃંદમાં જોડાયેલા હતા. તેમજ ‘વિંગ્ઝ નામના પૉપવૃંદના અગ્રણી હતા (1971–81). પાછળથી તેમણે એકલ કંઠે ગાયેલાં ગીતોને ખૂબ સફળતા અને ખ્યાતિ મળ્યાં; પરિણામે માઇકલ જૅક્સન તથા એલ્વિસ કૉસ્ટેલો સાથે સહયોગ ગોઠવાયો. કાર્લ ડૅવિસ જેવા સંગીતનિયોજક સાથે તેમણે તૈયાર કરેલી રચનાઓમાં ‘લિવરપૂલ ઑરેટૉરિયો’ (1991) મુખ્ય છે; એ શાસ્ત્રીય સંગીતની તેમની સર્વપ્રથમ રચના છે.

મહેશ ચોકસી