મૅક, કૉની (જ. 22 ડિસેમ્બર 1862, ઈસ્ટ બ્રુકફીલ્ડ, મૅસેચૂસેટ્સ; અ. 8 ફેબ્રુઆરી 1956, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા) : અમેરિકાના બેઝબૉલ ખેલાડી અને મૅનેજર. 1886થી 1916 દરમિયાન વિવિધ ટીમમાં તે ‘કૅચર’ તરીકે રમ્યા. 1894–96માં પિટ્સબર્ગ ખાતે મૅનેજર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. 1901માં તે ફિલાડેલ્ફિયા ગયા અને ત્યાં 50 વર્ષ રહ્યા. તેમને નામે ચઢેલા વિક્રમોમાં, સૌથી વધારે વર્ષ સુધી મૅનેજર તરીકેની કારકિર્દી (53 વર્ષ), સૌથી વધારે રમતમાં જીત (3,776) અને સૌથી વધારે રમતમાં હાર (4,025) એ મુખ્ય છે. તેમણે 1910–11, 1913 અને 1929–30માં વિશ્વચૅમ્પિયનશિપ સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. 1937માં તે ‘બેઝબૉલ હૉલ ઑવ્ ફેમ’ માટે પસંદ થયા હતા.
મહેશ ચોકસી