ઇબ્ન નિશાતી : ગોળકોન્ડાના કુત્બશાહી શાસનકાળના અગ્રિમ કવિ. ઉર્દૂ ઉપરાંત ફારસીમાં પણ તેઓ કવિતા કરતા હતા. તેમની પ્રખ્યાત રચના ‘ફૂલબન’ના અભ્યાસ ઉપરથી ઘણી હકીકતો જાણવા મળે છે.

‘ફૂલબન’ એક ઊર્મિસભર પ્રેમકાવ્ય છે. તેની શૈલી સરળ અને હૃદયસ્પર્શી છે. તે સમયના લોકજીવન અને રીતરિવાજનો પણ આ કાવ્ય ઉપરથી સારો એવો ખ્યાલ આવે છે. ઈશ્વર સિવાય કોઈની પણ પ્રશંસા તેમના કાવ્યમાં જોવા મળતી નથી, તેથી એમ કહી શકાય કે તે રાજદરબારથી પ્રભાવિત થયા નહીં હોય.

મોહિયુદ્દીન બોમ્બેવાલા