આંધ્રપ્રદેશ

ભારતમાં દક્ષિણ-મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન આશરે 16 15´ ઉ. અ. અને 80 64´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. આ રાજ્યની વાયવ્યે તેલંગણા, ઉત્તરે છત્તીસગઢ, ઈશાને ઓડિશા, દક્ષિણે તમિળનાડુ, પશ્ચિમે કર્ણાટક અને પૂર્વ બંગાળનો ઉપસાગર આવેલાં છે. ભારતમાં ગુજરાત પછી દરિયાકિનારાની લંબાઈ(974 કિમી.)ની દૃષ્ટિએ આ રાજ્ય દ્વિતીય ક્રમ ધરાવે છે. આ રાજ્યનો વિસ્તાર 1,62,975 ચો.કિમી. અને વસ્તી 4,93,86,799 (2011) છે.

આ રાજ્યનું ભૂપૃષ્ઠ વૈવિધ્યસભર છે. બંગાળના ઉપસાગરના કિનારે પૂર્વ ઘાટની ટેકરીઓ અને નલ્લામલાની ટેકરીઓ આવેલી છે. આ રાજ્યમાંથી પસાર થતી મુખ્ય બે નદીઓ ક્રિશ્ના અને ગોદાવરી છે. પૂર્વમાં પૂર્વ ઘાટનાં મેદાનો જે પૂર્વના સમુદ્રકિનારા સુધી ફેલાયેલાં છે. સમુદ્રકિનારે આવેલાં મુખત્રિકોણ મેદાનોની રચનામાં ક્રિશ્ના, ગોદાવરી, પેન્ના અને તુંગભદ્રા નદીઓનો ફાળો અધિક છે. ત્રિકોણપ્રદેશની જમીન કાંપવાળી છે, પણ ઉચ્ચપ્રદેશની જમીન રાતી જ્યારે દરિયાકિનારાની જમીન રેતાળ છે. પૂર્વ ઘાટની ટેકરી ત્રુટક ત્રુટક આવેલી છે, જેને સ્થાનિક લોકો જુદા જુદા નામથી ઓળખે છે. કિનારાથી સુદૂર રાયલસીમા પ્રદેશ પ્રમાણમાં અર્ધશુષ્ક છે. અહીં આવેલ ટેકરીઓ ખનિજસંપત્તિથી સમૃદ્ધ છે.

ભૌગોલિક પ્રદેશની વિવિધતાની અસર અહીંની આબોહવામાં પણ જોવા મળે છે. ઉનાળામાં (માર્ચથી જૂન) સમુદ્રકિનારાના મેદાની વિસ્તારોમાં તાપમાન રાજ્યના અન્ય ભાગ કરતાં ઊંચું અનુભવાય છે; એટલે કેલગભગ 20સે.થી 40સે. વચ્ચે રહે છે, જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન જે વરસાદ પડે છે તે ઈશાનના મોસમી પવનો ઉપર અવલંબિત છે. ઑક્ટોબરથી નવેમ્બર માસ દરમિયાન સમુદ્રકિનારે અવારનવાર હળવું દબાણ રચાતાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતો ફૂંકાય છે, જેથી અહીં વરસાદ અધિક પડે છે. 2023ના ડિસેમ્બર માસમાં મિચોંગ વાવાઝોડાએ આ રાજ્યમાં પારાવાર નુકસાન પહોંચાડ્યું હતું.  નવેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન શિયાળાની ઋતુ ગણાય છે. અહીં તાપમાન 12 સે.થી 30 સે.ની વચ્ચે રહે છે. લામ્બસીંગી અને વિશાખાપટ્ટનમ્ જિલ્લામાં 0 સે.થી 10 સે. તાપમાન રહેતું હોવાથી તે ‘આંધ્રપ્રદેશના કાશ્મીર’ તરીકે જાણીતાં બન્યાં છે.

આ રાજ્યમાં જંગલવિસ્તાર આશરે 22,862 ચો.કિમી. છે. પૂર્વઘાટમાં ગીચ જંગલો આવેલાં છે. અહીં પાનખર જંગલો અધિક છે, જેમાં સાગ, વાંસ, યુકેલિપ્ટસ, સરુનાં વૃક્ષો અધિક છે. રાજ્યમાં વનસ્પતિના વૈવિધ્યને કારણે અભયારણ્યો પણ આવેલાં છે. ખાસ કરીને અહીંનાં જંગલોમાં હાથી, વાઘ, હરણ, શિયાળ વગેરે પ્રાણીઓ મુખ્યત્વે વસે છે.

ભારતમાં આંધ્રપ્રદેશ ખનિજસંપત્તિના ભંડાર  તરીકે રહ્યો છે. અહીં અબરખ, ચૂનાના પથ્થર, ક્વાર્ટ્ઝ, ટંગ્સ્ટન, ફેલ્સાર, સિલિકા(રેતી)નો સૌથી વધુ અનુમાનિત જથ્થો રહેલો છે. તદુપરાંત અહીંથી યુરેનિયમ, બૉક્સાઇટ, ઍસ્બેસ્ટૉસ પણ મેળવાય છે. ગોદાવરીના મુખપ્રદેશ પાસે કુદરતી વાયુનો વિપુલ જથ્થો પણ પ્રાપ્ત થયો છે. જ્યારે ભારતના બેરાયટીસના ઉત્પાદનમાં લગભગ 86 % હિસ્સો છે.

લોકો : આંધ્રપ્રદેશની માતૃભાષા તેલુગુ છે. કુલ વસ્તીના 90 % લોકો આ ભાષા બોલે છે. આ સિવાય તમિળ, કન્નડ, ઊડિયા પણ બોલાય છે. લાંબડી, કોયા, સવારા, કોન્ડા, ગડાબા જેવી આદિવાસી ભાષાઓ પણ વ્યવહારમાં છે. ઉર્દૂ ભાષા સૌથી ઓછી બોલાય છે. બહુમતી પ્રજા હિંદુ છે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, શીખ, જૈન સંપ્રદાયના લોકો પણ વસે છે. આંધ્રપ્રદેશ અને તેલંગણાનું વિભાજન થતાં તેલંગણા રાજ્યનો ખમ્મામ જિલ્લો આંધ્રપ્રદેશમાં સમાવાયેલો હોવાથી આ રાજ્યની વસ્તી સેન્સસ મુજબ 4,96,34,314 (2014) છે. વસ્તીગીચતા 304.5 ચો.કિમી. છે. ગ્રામ્ય વસ્તી 70.4 % અને શહેરી વસ્તી 29.6 % છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 996 છે. અક્ષરજ્ઞાન 67.41% (2014); પશ્ચિમ ગોદાવરી જિલ્લો મહત્તમ જ્યારે વિઝાનાગ્રામ જિલ્લો લઘુતમ અક્ષરજ્ઞાન ધરાવે છે. વહીવટી સુગમતા ખાતર આંધ્રપ્રદેશ 26 જિલ્લા અને 670 તાલુકાઓમાં વહેંચાયેલો છે. આ રાજ્યમાં ગામડાંઓ 17,521 અને શહેરો 94 છે.

ઉચ્ચશિક્ષણ અને સંશોધન : આ રાજ્યમાં ઑલ ઇન્ડિયા મેડિકલ સાયન્સ, IIM વિશાખાપટ્ટનમ્, IIT તિરુપતિ, NIT યડેપલ્લીગુડેન, IIIDM કુર્મુલ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ આંધ્રપ્રદેશ, કૃષિ યુનિવર્સિટી, 1926માં સ્થપાયેલી આંધ્ર યુનિવર્સિટી વધુ જાણીતી છે.

નેવલ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી લૅબોરેટરી (NSTL), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનૉગ્રાફી (વિશાખાપટ્ટનમ્), સ્કૂલ ઑફ પ્લાનિંગ ઍન્ડ આર્કિટૅક્ટચર (વિજયવાડા), રાષ્ટ્રીય વાતાવરણીય સંશોધન પ્રયોગશાળા અહીં સ્થપાયેલી છે. આ સિવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ – તિરુપતિ, વિશાખાપટ્ટનમ્ સેન્ટ્રલ ટૉબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરે આવેલાં છે.

અર્થતંત્ર : આંધ્રપ્રદેશના અર્થતંત્રનો પાયો ખેતી અને પશુપાલન છે. ડાંગર તેનો મુખ્ય પાક છે. ડાંગરની મહત્તમ નિકાસ થતી હોવાથી આ રાજ્ય ‘Rice Bowl of India’ – ‘ભારતનો ડાંગરથી ભરેલો વાડકો’ તરીકે ઓળખાય છે.તે ઉપરાંત જુવાર, બાજરી, મકાઈ, રાગી, કઠોળ મુખ્ય ખાદ્ય પાકો છે કઠોળ તથા તેલીબિયાં, શેરડી, કપાસ, મરી, એરંડા, તમાકુ વગેરે રોકડિયા પાકો છે. ક્રિશ્ના જિલ્લો કેરી અને ગંતુર જિલ્લો મરચાંનાં ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે. મરઘા- પાલન અને પશુપાલન-પ્રવૃત્તિ મુખ્યત્વે વ્યાપારી ધોરણે વિકસાવાયી છે. આ રાજ્ય ભારતમાં ઈંડાંનું સૌથી વધુ ઉત્પાદન મેળવે છે. સમુદ્રકિનારો પ્રાપ્ત થયો હોવાથી ભારતમાં મત્સ્યના કુલ ઉત્પાદનમાં આ રાજ્યનો ફાળો 10 % છે. શ્રીમ્પ મત્સ્ય મહત્તમ મેળવાય છે. આ મત્સ્યની મહત્તમ નિકાસ થાય છે.

Vizagcity

વિશાખાપટ્ટનમ

આ રાજ્યમાં દવાઓ, ઑટોમોબાઇલ, કાપડ, પેટ્રોકેમિકલ્સ, યંત્રસામગ્રી વગેરે ઉદ્યોગો વ્યાપક પ્રમાણમાં વિકસ્યા છે. અહીં પેપ્સી, ઈસુઝુ મોટર, કેડબરીઝ ઇન્ડિયા, કેલોગ્સ, કોલગેટ – પામોલીવ, હીરોમોટર્સ, કીઆ મોટર્સ, અશોક લેલેન્ડવગેરે બહુરાષ્ટ્રીય કંપનીઓ સ્થપાયેલી છે. ઇન્ફર્મેશન્સ ટૅકનૉલૉજી અને બાયૉટૅકનૉલૉજીને લક્ષ્યમાં રાખીને અનેક એકમો ઊભા થયા છે. દેશમાં જહાજ બાંધકામ માટેનો સૌથી મોટો જહાજવાડો વિશાખાપટ્ટનમમાં આવેલો છે. શીમાદ્રી સુપર થર્મલ વિદ્યુતમથક, વિઝાગ થર્મલ વિદ્યુતમથક, રાયલસીમા થર્મલ વિદ્યુતમથક, શ્રી દામોદરમ્ સંજીવાહીઆ થર્મલ વિદ્યુતમથક અને નાર્લા તાતા રો થર્મલ વિદ્યુતમથક કાર્યરત છે. સૂર્યઊર્જા મેળવવામાં આ રાજ્ય અગ્રેસર બન્યું છે.

NagarjunaSagarDam

નાગાર્જુનસાગર જળવિદ્યુતમથક

પરિવહન : આ રાજ્ય રસ્તા, રેલ, જળ અને હવાઈમાર્ગો દ્વારા ભારતના વિવિધ ભાગો સાથે સંકળાયેલું છે. અહીં 53,403 કિમી. લંબાઈ ધરાવતા રસ્તા આવેલા છે. જેમાંથી 6,401 કિમી. લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ–16 અહીંથી પસાર થાય છે. આંધ્રપ્રદેશ રાજ્ય પરિવહનની બસો રાજ્યના વિવિધ ભાગોને સાંકળે છે. આ રાજ્યમાં ફક્ત બ્રૉડગેજ રેલમાર્ગો આવેલા છે. જેની લંબાઈ 3,703.25 કિમી. છે. ભારતમાં સૌથી ચોખ્ખું રેલવેસ્ટેશન વિશાખાપટ્ટનમનું જાહેર કરાયેલું છે. ભારતનું સૌપ્રથમ બ્રૉડગેજ રેલવેસ્ટેશન શીમલીગુઆડા હતું. આંતરરાષ્ટ્રીય હવાઈમાર્ગો સાથે સંકળાયેલાં હવાઈમથકોમાં વિશાખાપટ્ટનમ્ અને વિજયવાડા હવાઈમથક છે. જ્યારે આંતરરાજ્ય સેવાઓ માટે રાજાહમુદ્રાં હવાઈમથક, કડપ્પા હવાઈમથક, પુટ્ટાપરાથી અને તિરુપતિ હવાઈમથક છે. આ સિવાય 16 હવાઈપટ્ટીઓ આવેલી છે.

દેશમાં જહાજ-બાંધકામ માટેનો સૌથી મોટો જહાજવાડો વિશાખાપટ્ટનમમાં આવેલો છે. આ સિવાય ક્રિશ્નાપટનમ (નેલ્લોર), ગંગાવરમ, કાકીનાડા બંદરો આવેલા છે. મધ્યમ કક્ષા 14 બંદરો કાર્યરત છે.

પ્રવાસન : આ રાજ્યને 974 કિમી. લાંબો સમુદ્રકિનારો મળ્યો હોવાથી અને રેતપટોનો લાભ મળ્યો છે, જેમાં ઋષિકોન્ડા, માપપાડુ, સૂર્યલંકા વધુ જાણીતાં છે. અહીં આવેલ ગુફાઓમાં બોરા ગુફા, યુન્ડાવલ્લી ગુફાઓ અને બેલુમ ગુફા છે. બેલુમ ગુફા વિશાળતાની દૃષ્ટિએ ભારતમાં દ્વિતીય ક્રમે આવે છે. ખીણો અને ટેકરીઓ પ્રવાસીઓને આકર્ષે છે. જેમાં અરાકુ ખીણ, હોર્સલી ટેકરી મુખ્ય છે. પૂર્વ ઘાટમાં વિશાખાપટ્ટનમ્ જિલ્લામાં આવેલ અર્માકોન્ડા મહત્તમ ઊંચાઈ ધરાવતું શિખર છે.

ધાર્મિક સ્થળોમાં તિરુમલા મંદિર, અન્નાવરમ્ મંદિર, શ્રીશૈલામ્ મંદિર, કંકાદુર્ગા મંદિર વગેરે. આ સિવાય શાહી જામિયા મસ્જિદ, ગુન્ડાલા ચર્ચ તેમજ અમરાવતી અને નાગાર્જુનાકોન્ડા બૌદ્ધ સ્મારકો વધુ જાણીતાં છે.

ભારતના સાંસ્કૃતિક વારસામાં આંધ્રપ્રજાનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. કળા અનેસ્થાપત્યનાં ક્ષેત્રોમાં આંધ્રના લોકોએ ઉચ્ચતમ શિખરો સર કર્યાં છે. તેમનુંકુચિપુડી નૃત્ય ભારતીય નૃત્યપ્રણાલીમાં આગવી ભાત ઊભી કરે છે અને દક્ષિણભારતીય સંગીતમાં આંધ્રસંગીતની છાંટ મોટા પ્રમાણમાં વર્તાય છે. દ્રવિડ કુળનીચાર ભાષાઓમાંની એક તેલુગુ ભારતની ભાષાઓમાં પ્રતિષ્ઠિત સ્થાન ભોગવે છે.તેલુગુ તેની પ્રાચીનતા અને માધુર્ય માટે પ્રખ્યાત છે. તેલુગુ, અંગ્રેજી અનેઉર્દૂમાં અનેક સામયિકો નીકળે છે. વળી તેલંગણ પ્રદેશની ઇસ્લામી સંસ્કૃતિરાજ્યની સાંસ્કૃતિક વિવિધતાને પોષક રહેલી છે. રાજ્યે કેટલીક સ્વાયત્તસંસ્થાઓ સ્થાપી છે; જે કળા, નૃત્ય, નાટક, સંગીત અને સાહિત્યને પ્રોત્સાહનઆપવાનું કાર્ય કરે છે. ગ્રામવિસ્તારોમાં લોકસંસ્કૃતિનો પ્રભાવ છે.જ્ઞાતિવાદી સામાજિક માળખું અને એમાંથી ઊભી થયેલી ખાસિયતો લોકકળામાં વિવિધતાસર્જે છે. પૌરાણિક કથાવાર્તાઓ, કઠપૂતળીના પ્રયોગો અને સ્થાનિક ગીતગાનગ્રામવિસ્તારોનાં મહત્વનાં સાંસ્કૃતિક માધ્યમો રહ્યાં છે. ગ્રામવિસ્તારોનાલોકો તેમની પ્રશિષ્ટ સંસ્કૃતિ અંગે વધુ સભાન બન્યા છે. ફિલ્મો બનાવનારઅગત્યનાં રાજ્યોમાં આંધ્રપ્રદેશ એક છે.

ઇતિહાસ : ભારતમાં મધ્યનીપર્વતમાળાની દક્ષિણે આંધ્ર લોકો વસતા હોવાના ઉલ્લેખો ઈ. સ. પૂર્વે 1000નીઆસપાસના ‘ઐતરેય બ્રાહ્મણ’ ગ્રંથમાંથી મળી આવે છે. મહાભારતમાં પણ આંધ્રનોઉલ્લેખ મળે છે. ઇક્ષ્વાકુ લોકો આંધ્રભૃત્ય તરીકે ઓળખાતા હતા. તેમણે કૃષ્ણાઅને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશમાં રાજ્ય કર્યું હતું. તેમણે હિંદુ અનેબૌદ્ધ બંને ધર્મોને પ્રોત્સાહન આપ્યું હતું, જોકે આંધ્રલોકોના અસ્તિત્વનોપુરાવો ઈ. સ. પૂર્વે ત્રીજી સદીના મૌર્યકાળમાંથી મળે છે. મહાન મૌર્યસમ્રાટઅશોકે (આશરે ઈ. સ. પૂ. 265-238) દક્ષિણમાં આંધ્રલોકોની વસાહતોનાં સ્થળોએબૌદ્ધ સાધુઓને મોકલ્યા હતા. એ પહેલાં ઉત્તર ભારતના લોકો આંધ્રપ્રદેશ સાથેવ્યાપારી સંબંધ ધરાવતા હોવાના પુરાવાઓ મળ્યા છે. આંધ્રપ્રદેશમાં ઉતનૂર અનેનાગાર્જુનકોંડા ખાતેથી લઘુપાષાણ-સંસ્કૃતિના અવશેષો પણ મળી આવ્યા છે. અશોકનાશિલાલેખો પણ મળે છે. મૅગેસ્થિનીસનાં વૃત્તાંતોમાં પણ આંધ્રપ્રદેશનો ઉલ્લેખછે.

લગભગ પહેલી સદીની આસપાસ આંધ્રવંશોમાં સૌથીવધુ પ્રખ્યાત શાતકર્ણી કે સાતવાહન સત્તા પર આવ્યા હતા. તેમણે લગભગ સમગ્રદક્ષિણ ભારતમાં પોતાના શાસનનો વિસ્તાર કર્યો હતો અને રોમ સાથે પણ વ્યાપારીસંબંધો બાંધ્યા હતા. સાતવાહનોનું સામ્રાજ્ય ઉત્તર અને પશ્ચિમમાં પણ દૂર દૂરસુધી વિસ્તર્યું હતું. મૌર્ય-સામ્રાજ્યની સમૃદ્ધિ પચાવી પાડવા તેઓ મગધસુધી પહોંચી ગયા હતા. ત્રીજી સદીમાં થયેલા એક શાતકર્ણી રાજા પોતાની જાતને ‘દક્ષિણાપથપતિ’ તરીકે ઓળખાવતા હતા. તેઓ ધર્મને રાજ્યાશ્રય આપનારા હતા.મુખ્ય શહેર અમરાવતીમાં તેમણે બૌદ્ધ સ્મારકો ઊભાં કરાવેલાં અને સ્થાપત્યનીતદ્દન નવી શૈલીને જન્મ આપ્યો હતો. અજન્ટાની ગુફાઓમાંનાં કેટલાંક ચિત્રો એસમયના આંધ્રના ચિત્રકારોએ દોર્યાં હોવાનું નિષ્ણાતો માને છે. આંધ્રલોકોના આશાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મ ફૂલ્યોફાલ્યો હતો અને બૌદ્ધ વિશ્વવિદ્યાલયનીતેમણે સ્થાપના કરી હતી, જેમાં મહાયાન બૌદ્ધ સંપ્રદાયના સ્થાપક નાગાર્જુન (આશરે ઈ. સ. 150-250) અધ્યાપનકાર્ય કરતા હતા. નાગાર્જુનકોંડા ખાતેના અવશેષોએ ભવ્ય ભૂતકાળની આજે પણ યાદ આપે છે.

દક્ષિણના ચૌલ વંશના શાસનનો વિસ્તાર દસમીસદીમાં આંધ્રપ્રદેશમાં દક્ષિણે નેલ્લોર સુધી વિસ્તર્યો હતો, પરંતુરાષ્ટ્રકૂટના રાજા કૃષ્ણ ત્રીજાના હાથે ચૌલોનો પરાજય થતાં તેમની આગેકૂચનેલ્લોરમાં જ અટકી ગઈ હતી. અગિયારમી સદીમાં પૂર્વમાં ચાલુક્ય વંશના રાજાઓએઆંધ્રવિસ્તારને પહેલી જ વાર વહીવટી રીતે સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો. એદરમિયાન તેલુગુ ભાષાના પ્રથમ કવિ ગણાતા નન્નાયાએ સંસ્કૃત મહાકાવ્યમહાભારતનો તેલુગુમાં  અનુવાદ કર્યો અને એ રીતે સાહિત્યના માધ્યમ તરીકેતેલુગુનો જન્મ થયો ગણાય છે. વારંગલના કાકતીય વંશે બારમી સદી અને તેરમીસદીમાં લશ્કરી અને સાંસ્કૃતિક રીતે આંધ્રની સત્તા વધારી. એમના શાસનકાળદરમિયાન અગ્નિ એશિયા સાથેના આંધ્રપ્રજાના વ્યાપારી સંબંધો મોટા પ્રમાણમાંવિકસ્યા હતા. કાકતીય વંશે પહેલી જ વાર સમગ્ર તેલુગુભાષી પ્રદેશ જીતી લીધોહતો. તેમના શાસન દરમિયાન શિલ્પકળા અને સાહિત્યનો વિકાસ થયો હતો. ગણપતિદેવ આવંશનો સૌથી વધુ વિખ્યાત રાજા થઈ ગયો. તુર્કોએ હુમલા કર્યા ત્યાં સુધી એટલેકે ચૌદમી સદી સુધી તેમનું શાસન ચાલ્યું. ગોદાવરીના ત્રિકોણપ્રદેશમાં એસમયે ચાલુક્યોનું રાજ્ય હતું. ઉત્તરમાંથી મુસ્લિમ શાસકો આવ્યા અને તેમણેદક્ષિણમાં આક્રમણો કરતાં 1323માં વારંગલનું પતન થયું. વારંગલની નૈર્ઋત્યેઆવેલ વિજયનગર સામ્રાજ્યના ઉદયે થોડા સમય માટે મુસ્લિમોની સત્તાના વિસ્તરણનેખાળ્યું હતું.

નીતિન કોઠારી