જળસંચય-સ્તર (aquifer) : કૂવામાં એકત્રિત થતા અને મેળવાતા પાણીની જેમ ભૂપૃષ્ઠ નીચેનો જળપ્રાપ્તિક્ષમતાવાળો જળધારક સ્તર કે જળસંચિત વિભાગ. સછિદ્રતા તેમજ ભેદ્યતાના ગુણધર્મને કારણે ખડકસ્તરરચનાઓ પૈકીનો જળધારક સ્તર, અર્થાત્ એવી સંરચનાવાળો સ્તર જે જળના નોંધપાત્ર જથ્થાને સામાન્ય સંજોગો હેઠળ પોતાનામાંથી પસાર થવા દે. ભેદ્ય ભૂસ્તરીય રચનાઓમાં મળતો ભૂગર્ભજળજથ્થો.
ગિરીશભાઈ પંડ્યા