મકૉલગન, લિઝ (જ. 1964, ડંડી, ઈસ્ટ સ્કૉટલૅન્ડ, યુ.કે.) : મહિલા રમતવીર. તેમણે ડંડીમાં તેમજ અલબામા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 10,000 મી. દોડની સ્પર્ધામાં તેમની સિદ્ધિ તે ‘કૉમનવેલ્થ ગૅમ્સ’(1986 તથા 1990)માં સુવર્ણચંદ્રક, ‘વર્લ્ડ ચૅમ્પિયનશિપ’(1991)માં સુવર્ણચંદ્રક તથા ઓલિમ્પિક રમતો(1988)માં રજત ચંદ્રક. ‘ઇનડૉર વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સ’(1989)માં 3,000 મી.ની સ્પર્ધામાં તેઓ રજત ચંદ્રકનાં વિજેતા બન્યાં. ‘ન્યૂયૉર્ક મૅરેથન’ (1991) તથા ‘લંડન મૅરેથન’(1996)માં વિજેતા બન્યાં. 1988 તથા 1991માં તેઓ ‘સ્પૉર્ટરાઇટર્સ ઍથલેટ ઑવ્ ધ યર’ તથા 1991માં ‘બી.બી.સી. સ્પૉર્ટ્સ પર્સનાલિટી ઑવ્ ધ યર’ તરીકે વરણી પામ્યાં હતાં.
મહેશ ચોકસી