બ્લૅસ્કો ઇવાન્યેન્થ, વિસેન્ટ

January, 2001

બ્લૅસ્કો ઇવાન્યેન્થ, વિસેન્ટ (જ. 1867, વૅલેન્શિયા, સ્પેન; અ. 1928) : વાસ્તવવાદી નવલકથાલેખક. તેમની વિશેષતા એ રહી છે કે સ્પેનના ગ્રામીણ જીવન તેમજ સામાજિક ક્રાંતિનું તેમણે વાસ્તવલક્ષી ચિત્રણ કર્યું છે. તેમની નોંધપાત્ર કૃતિ તે ‘બલ્ડ ઍન્ડ સૅન્ડ’ (1909) તથા ‘ધ ફોર હૉર્સમેન ઑવ્ ધ એપૉકેલિપ્સ’ (1916). તેમાં પ્રથમ વિશ્વયુદ્ધનું  અત્યંત જીવંત ચિત્રણ થયું છે અને તેથી તેમનું નામ વિશ્વભરમાં જાણીતું થયું છે.

મહેશ ચોકસી