બૅબકૉક, હૅરોલ્ડ (ડિલૉસ) (જ. 1882, ઍડગર્ટન, વિસ્કૉન્સિન; અ. 1968) : અમેરિકાના પદાર્થવિજ્ઞાની. તેઓ કૅલિફૉર્નિયા ખાતે આવેલી માઉન્ટ વિલ્સન ઑબ્ઝર્વેટરીમાં કામગીરી બજાવતા હતા; ત્યાં તેમણે 78 વર્જિનિસ નામના તારાના ચુંબકીય ક્ષેત્રનું માપન કર્યું, જેના પરિણામે વીજચુંબકીય (electromagnetic) તથા સાપેક્ષતાના સિદ્ધાંતો વચ્ચેની કડીરૂપ બાબતો શોધી શકાઈ. તેમના પુત્ર બૉરેક વેલકમ બૅબકૉકના સહયોગમાં તેમણે સૌર-ચુંબકીય આલેખ(solar magnetograph)ની શોધ કરી હતી.

મહેશ ચોકસી