બાલ્કન દ્વીપકલ્પ : યુરોપ ખંડના દક્ષિણ ભાગમાં આવેલા ત્રણ દ્વીપકલ્પો પૈકીનો પૂર્વ છેડે આવેલો દ્વીપકલ્પ. બાકીના બે આઇબેરિયન અને ઇટાલિયન દ્વીપકલ્પ છે. આ દ્વીપકલ્પની ઉત્તરે નીચલી ડૅન્યૂબ અને સૅવા નદીઓ, પૂર્વ તરફ કાળો સમુદ્ર, અગ્નિ તરફ ઈજિયન સમુદ્ર, દક્ષિણ તરફ ભૂમધ્ય સમુદ્ર, નૈર્ઋત્ય તરફ આયોનિયન સમુદ્ર તથા પશ્ચિમ તરફ એડ્રિયાટિક સમુદ્ર આવેલા છે. રાજકીય અને પ્રાદેશિક ર્દષ્ટિએ જોતાં, તે આલ્બેનિયા, બલ્ગેરિયા, ગ્રીસ, રુમાનિયા, યુરોપીય ટર્કી અને યુગોસ્લાવિયાના દેશોથી બનેલો છે. આ દ્વીપકલ્પનો ઇતિહાસ લાંબો છે અને અનેક લડાઈઓની ઘટનાઓથી ભરપૂર રહ્યો છે.
ગિરીશભાઈ પંડ્યા