ત્વચારોગકારક ફૂગ (dermatophytes) : મનુષ્યમાં ચામડીના રોગો ઉપજાવતી ફૂગ. અપૂર્ણ પ્રકારની આ ફૂગ(fungi impefecti)નો સમાવેશ મોનિલિએસી કુળમાં કરવામાં આવ્યો છે. તે જમીનમાં રહે છે અને શરીરની ચામડી, વાળ, નખ વગેરેના સંપર્કમાં આવતાં ખસ, ખરજવું, દાદર જેવા રોગો કરે છે. આ ફૂગથી થતા રોગોનું જૂથ ક્વકજાલજન્ય ત્વચારોગ (dermatomycosis) તરીકે ઓળખાય છે.
આ ફૂગની અગત્યની પ્રજાતિઓમાં એપિડર્મોફાયટોન; માઇક્રોસ્પોરમ; ટ્રાયકોફાયટોન; કેન્ડિડા વગેરે ગણાવી શકાય. વિવિધ ત્વચારોગકારક ફૂગથી થતા રોગ વિશેની માહિતી નીચેના કોઠામાં આપેલી છે :
ફૂગનું નામ | રોગનું નામ | રોગનું ટૂંકું વર્ણન | |
1. | ઍપિડરમો ફાયટોન
ફ્લોકોસમ |
એથેલેટ્રસ ફૂટ | પગનાં અંગૂઠાના નખ અને
ચામડી પરનો ચેપ |
2. | માઇક્રોસ્પોરમ કેનિસ | ટીનિયા કેપિટિસ | બાળકોને ચામડી પર થતો
રોગ |
3. | ટ્રાઇકોફાયટોન રુબ્રુમ | દાદર | માથાના વાળ,ચામડી, નખ
વગેરે પર થતો ભીંગડાંનો રોગ |
4. | કેન્ડિડા આલ્બીકન્સ | કેન્ડિયાસીસ | ચામડી, સ્નિગ્ધ ત્વચા,
યોનિ-ત્વચા પર થતો રોગ. |
ત્વચારોગકારક ફૂગ પ્રયોગશાળામાં તૈયાર કરેલ સંવર્ધન માધ્યમ પર વૃદ્ધિ દરમિયાન વિવિધ અલિંગી બીજાણુ (conidia) પ્રક્રિયા કરે છે જે ફૂગની ઓળખ માટે મદદરૂપ હોય છે.
પ્રમોદ રતિલાલ શાહ