ખગોલીય યામપ્રણાલી (astronomical coordinate system) : ખગોલીય પદાર્થના (આકાશી કે) ખગોલીય ગોલક પરના સ્થાનને બે ખૂણા વડે વ્યક્ત કરતી પ્રણાલી. એમાંના એક કોણને સંદર્ભતલથી માપવામાં આવે છે, જ્યારે સંદર્ભતલને અવલોકનસ્થળ અને કોઈ વિશિષ્ટ સંદર્ભદિશા વડે નિશ્ચિત કરવામાં આવે છે. સામાન્ય રીતે અવલોકનના સ્થળથી કોઈ ખાસ પસંદ કરેલા સ્થાનને જોડતી સુરેખા વડે આ સંદર્ભદિશા નિર્ધારિત કરવામાં આવે છે. આકાશી ગોલકનું સંદર્ભતલ દ્વારા થતું પ્રતિચ્છેદન (intersection) ગુરુવૃત્ત (great circle) રચે છે, જેને યામપ્રણાલીમાં વિષુવવૃત્ત કહે છે. વિષુવવૃત્તથી 90° દૂર આવેલાં બે બિંદુઓ ખગોલીય (આકાશી) ગોલકનાં ધ્રુવબિંદુઓ બને છે અને ધ્રુવમાંથી પસાર થતું પ્રત્યેક ગુરુવૃત્ત, વિષુવવૃત્તને કાટખૂણે છેદતું હોય છે. વિષુવવૃત્તથી ઉત્તર તરફના કોણના મૂલ્યને ધન (+) અને દક્ષિણવર્તી કોણના મૂલ્યને ઋણ (-) ગણવામાં આવે છે.

પ્રચલિત ખગોલીય યામપ્રણાલીઓ

યામપ્રણાલી સંદર્ભતલ સંદર્ભદિશા અક્ષાંશસમ યામ

વ્યાખ્યા

મૂલ્યમર્યાદા

રેખાંશસમ યામ

વ્યાખ્યા

મૂલ્યમર્યાદા

ક્ષિતિજ ક્ષિતિજ-વૃત્ત ક્ષિતિજ

ઉપરના

ઉત્તર બિંદુ

તરફની

દિશા

ઉન્નતાંશ ± 90°

શિરોબિંદુ

તરફ (+)

શિરોબિંદુ

વિરુદ્ધ (-)

દિગંશ        0થી

ક્ષિતિજ-      360°

વૃત્તના

ઉત્તર

બિંદુએથી

પૂર્વ તરફ

 વિષુવવૃત્ત ખગોલીય

વિષુવવૃત્ત

તલ

વસંત-

સંપાત

બિંદુ

તરફની

દિશા

ક્રાંતિ ± 90°

વિષુવવૃત્તથી

માપેલ

કોણીય અંતર

વિષુવાંશ     0થી

24

કલાક

ક્રાંતિવૃત્ત

અયનવૃત્ત

ક્રાંતિવૃત્ત

અયનવૃત્ત

વસંતસંપાત

બિંદુ

તરફની

દિશા

શર અયનવૃત્તથી

માપેલ કોણીય

અંતર

ભોગાંશ       0થી

360°

યામપ્રણાલીમાંનો એક કોણ, ખગોલીય જ્યોતિમાંથી પસાર થતા ગુરુવૃત્ત ઉપર, વિષુવવૃત્તથી બનતું કોણીય અંતર દર્શાવે છે. તેવી જ રીતે ગુરુવૃત્ત વિષુવવૃત્તને જ્યાં છેદે છે ત્યાંથી સંદર્ભદિશા સુધીનો કોણ બીજો યામ દર્શાવે છે. આવી યામપ્રણાલીનું જાણીતું ઉદાહરણ પૃથ્વીના ગોલક ઉપરના અક્ષાંશ-રેખાંશ છે. અહીં એક અગત્યના તફાવત તરફ ધ્યાન દોરવું જરૂરી છે કે પૃથ્વીપટ ઉપરના રેખાંશ સામાન્ય રીતે ગ્રિનિચના યામ્યોત્તરવૃત્તથી (0°થી) પૂર્વમાં 180° (આંતરરાષ્ટ્રીય તિથિરેખા) સુધી અને પશ્ચિમમાં પણ 0°થી 180° સુધી આવેલા છે, જ્યારે ખગોલીય યામપ્રણાલીમાં ‘રેખાંશ-સમ’ યામ પૂર્વ તરફ 0°થી 360° સુધી અથવા કાલાત્મક એકમમાં 0થી 24 કલાક સુધી લેવાનો રિવાજ છે.

પ્ર. દી. અંગ્રેજી