અમૃતાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. ગળો, સૂંઠ, આંબળાં, અશ્વગંધા અને ગોખરુ સરખે ભાગે લઈ અધકચરાં ખાંડી તૈયાર થયેલા મિશ્રણમાંથી બેથી ચાર તોલા જેટલો ભૂકો સોળગણા પાણીમાં પકાવી આઠમો ભાગ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને ક્વાથ તૈયાર કરવામાં આવે છે. તેને બેથી ચાર તોલાની માત્રામાં પાણી સાથે શૂળ અને મૂત્રકૃચ્છ્ર જેવા રોગોમાં અપાય છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા