ગ્રિનોકાઇટ : રા. બં. : CdS (Cd = 77.7 % S 22.3 %) (ગ્રિનોકાઇટ અને હોવલિયાઇટ બંને CdSના દ્વિરૂપ પ્રકારો છે.)
સ્ફ.વ. : હેક્ઝાગૉનલ – અર્ધસ્વરૂપ સ્ફટિકો.
સ્વ. : પ્રિઝમ અને પિરામિડ; ક્યારેક મૃદાચ્છાદિત યુગ્મસ્ફટિકો
ચક્રાકારી, લગભગ પારદર્શક.
સં. : સ્પષ્ટ (1120), અપૂર્ણ (0001).
ભં. સ. : કમાનાકાર, બરડ.
ક. : 3થી 3.5.
વિ. ઘ. : 4.9થી 5.0 (4.772 થી 4.820).
ચ. : વજ્રમયથી રાળમય.
રં. : મધ, લીંબુ કે નારંગી જેવો પીળો, ક્યારેક ઘેરો લાલ.
ચૂ. રં. : નારંગી-પીળાથી ઈંટ જેવો લાલ.
પ્ર. સં. : +ve.
પ્ર. અચ. : ω = 2.529; e = 2.506 (Na).
પ્રા. સ્થિ. : સૂક્ષ્મ સ્ફટિકો સ્વરૂપે પ્રેહનાઇટ અને ઝિયોલાઇટ
સાથે મળે છે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ. (ન્યૂ જર્સી, પેન્સિલ્વેનિયા, મિસૂરી,
નેવાડા. ન્યૂ મેક્સિકો, કૅલિફૉર્નિયા, આર્કાન્સાસ)
સ્કૉટલૅન્ડ, બોલિવિયા.
ગિરીશભાઈ પંડ્યા