અભયારિષ્ટ : આયુર્વૈદિક ઔષધ. હરડે, કાળી દ્રાક્ષ, વાવડિંગ અને મહુડાનાં ફૂલનો ઉકાળો બનાવી ગાળી તેમાં ગોળ તથા ગોખરુ, નસોતર, ધાણા, ધાવડીનાં ફૂલ, ઇન્દ્રવારુણીનાં મૂળ, ચવક, વરિયાળી, સૂંઠ, દંતીમૂળ અને મોચરસનું ચૂર્ણ મેળવી એક મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી રાખી મૂકવાથી આ ઔષધ તૈયાર થાય છે. 10 થી 20 ગ્રામની માત્રામાં ભોજન પછી પીવાથી અર્શ, ઉદર, મલમૂત્રનો વિલંબ, અગ્નિમાંદ્ય વગેરે રોગોમાં લાભ કરે છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા