કાબરચીતરાં પાનનો રોગ
January, 2006
કાબરચીતરાં પાનનો રોગ (પાનનો પંચરંગિયો) : એક પ્રકારના વિષાણુથી થતો રોગ. તેનો ફેલાવો ચૂસિયા પ્રકારના કીટકો કરે છે. આ રોગને કારણે પાન ઉપર ચિત્રવિચિત્ર આકારનાં લીલાં, પીળાં ધાબાં પડે છે. નસોમાં પણ આવાં ધાબાં પડે છે. પાન વાંકુંચૂકું અને વિકસિત હોય છે. છોડનો વિકાસ અટકી જાય છે. એકદળવાળા ધાન્ય પાક્ધાાં પાન ઉપર લીલી, પીળી લીટીઓ પડે છે. મગ, મઠ, અડદ, ભીંડા, તમાકુ, ટમેટાં, બટાકા, વેલાવાળાં શાકભાજી, વટાણા, શેરડી, બાજરી વગેરે ઉપર આ રોગ જોવા મળે છે.
શરૂઆતમાં રોગ લાગેલા છોડનો નાશ કરીને અથવા કીટક નિયંત્રણથી રોગ ઉપર કાબૂ મેળવી શકાય છે.
ભીષ્મદેવ કીશાભાઇ પટેલ