ઓલિવિન (પેરિડોટ, ક્રાયસોલાઇટ) : ઓલિવિન વર્ગનું ખનિજ. રા. બં. : મૅગ્નેશ્યમ સમૃદ્ધ હોય તો ફૉર્સ્ટીરાઇટ અને લોહસમૃદ્ધિ હોય તો ફાયલાઇટ. સ્ફ. વ. – ઑર્થોરહૉમ્બિક; સ્વ. – દાણાદાર, દળદાર કે ડોમ અને પિરામિડથી બંધાયેલા સ્ફટિક; રં. – ઝાંખો લીલો, ઓલિવ-લીલો, રાખોડી-લીલો, કથ્થાઈ, ભાગ્યે જ પીળો, ફોર્સ્ટીરાઇટ સફેદ કે પીળો, ફાયલાઇટ કથ્થાઈ કે કાળો; ચ. – કાચમય; ચૂ. – રંગવિહીન; ભં. સ. – વલયાકાર; ક. – 6.0થી 7.0; વિ ઘ. – ફોર્સ્ટીરાઇટ – 3.2, ફાયલાઇટ – 4.3, ઓલિવિન બંનેની વચગાળાની; પ્ર. અચ. -2 (અ) વક્રી. – (બ) 2V – આ બંને રાસાયણિક બંધારણ પ્રમાણે બદલાય છે; પ્ર.સં. – દ્વિઅક્ષી (+ve કે -ve); પ્રા. સ્થિ. – ગ્રૅબ્રો ડૉલેરાઇટ, બૅસાલ્ટ જેવા અગ્નિકૃત બેઝિક ખડકોમાં તેમજ પિક્રાઇટ, પૅરિડોટાઇટ, ડ્યુનાઇટ જેવા અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકમાં ફોર્સ્ટીરાઇટ અશુદ્ધ ડૉલોમાઇટ ચૂના-ખડકની ઉષ્ણતાવિકૃતિને કારણે ઉદભવે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે