ઓરિયેલ અને બૉવિન્ડો (bau-window) : ઘરનો (દીવાલમાંથી) આગળ પડતો કોણાકાર અથવા ગોળાકાર ભાગ, જે જાળી વડે બંધ કરવામાં આવે. ગોળાકાર બારીને બૉવિન્ડો કહે છે. આવો ભાગ ઉપરના માળ પર આયોજવામાં આવે ત્યારે તેને ઓરિયેલ કહે છે. ઘણી વખત ઉપરના માળના ખૂણાના ભાગ પર આવી બારી બેસાડવામાં આવે છે, જે યુરોપીય દેશોનાં રહેઠાણોની એક લાક્ષણિક શોભા છે. કેટલાક આને બૉવિન્ડો પણ કહે છે.
રવીન્દ્ર વસાવડા