એરેગોનાઇટ : ખનિજનો એક પ્રકાર. રા. બં. – CaCO3. કેટલીક વખતે 1 %, 2 % SrCO3 કે અન્ય અશુદ્ધિ સાથે; સ્ફ. વ. – ઑર્થોરહોમ્બિક; સ્વ. – ડોમ સાથેના અણીદાર પ્રિઝમ સ્વરૂપ સ્ફટિકો, સૂક્ષ્મ સ્ફટિકમયથી મોટા સ્ફટિકમય, સ્તંભાકાર, તંતુમય, વટાણાકાર કે અધોગામી સ્તંભાકાર. યુગ્મતા સામાન્ય, (110) યુગ્મતલ, મુખ્યત્વે પુનરાવર્તિત યુગ્મતા; રં. – રંગવિહીન, સફેદ, રાખોડી, પીળો, લીલો, રાતો, કથ્થાઈ; સં. – (010)ને સમાંતર, અલ્પવિકસિત; ચ – કાચમયથી રાળમય; ભં. સ. – વલયાકારવત્, બરડ; ક. – 3.5થી 4.0; વિ. ઘ. – 2.94; પ્ર. અચ. – (અ) વક્રી. – α = 1.530, β = 1.681, γ = 1.685; (c) 2γ = 18o; પ્ર. સં. – દ્વિઅક્ષી (-ve); પ્રા. સ્થિ. – ચૂનાખડકની ગુફાઓમાં ગરમ પાણીના ઝરા અને ગરમ પાણીના ફુવારાની આજુબાજુ, ધાતુનિક્ષેપોના ઉપચયિત (oxidised) વિભાગોમાં અને ઘણા જળકૃત અને વિકૃત ખડકોમાં.
વ્રિજવિહારી દીનાનાથ દવે