ઍક્ટિનોલાઇટ

January, 2004

ઍક્ટિનોલાઇટ : ઍમ્ફિબૉલ વર્ગનો ખડક. રા. બં. : Ca2(MgFe)5 Si8O22(OH)2. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્વ. : લાંબા સ્ફટિક, પાનાકાર, તંતુમય, વિકેન્દ્રિત અથવા દાણાદાર. રં. : આછા લીલાથી કાળાશ પડતો લીલો અથવા કાળો. સં. : પ્રિઝમ સ્વરૂપને સમાંતર, બે સંભેદ વચ્ચેનો ખૂણો આશરે 56o. ચ. : કાચમય. ભં. સ. : ખરબચડીથી વલયવત્. ક. : 5-6. વિ. ઘ. 3.00થી 3.44. પ્ર. અચ. : (અ) વક્રી – α = 1.599થી 1.688, β = 1.612થી 1.697, γ = 1.622થી 1.705; (બ) 2V = 86oથી 65o. પ્ર. સં. : દ્વિઅક્ષી (-ve). પ્રા. સ્થિ. : મુખ્યત્વે ઉષ્ણતાવિકૃતિ અને ઉષ્ણતાદાબ વિકૃતિની અસર નીચે આવેલા ડૉલોમાઇટ, મૅગ્નેશિયમયુક્ત ચૂનાખડકો અને વિકૃતિની નિમ્ન કક્ષાની અસર નીચે આવેલા અલ્ટ્રાબેઝિક ખડકો.

વ્રિજવિહારી દીનાનાથ દવે