પટેલ, પંકજ આર. (જ. 16 માર્ચ 1953) : ઝાઇડસ લાઇફસાયન્સીસ લિમિટેડ બોર્ડના અધ્યક્ષ. જે એક નવાચાર (ઇનૉવેશન) આધારિત વૈશ્વિક જીવન વિજ્ઞાન કંપની છે. એક દિગ્ગજના રૂપમાં વ્યાપક રૂપે જાણીતા શ્રી પંકજ પટેલે નવાચારને ઉત્તેજન આપ્યું છે અને અપૂરતી સ્વાસ્થ્યસેવા આવશ્યકતાઓના ઉપચાર માટે દુનિયામાં પહેલી અને ભારતમાં પહેલી દવાઓનું બીડું ઝડપ્યું છે અને ભારતને દુનિયાની ફાર્મસીના રૂપમાં સ્થાપિત કરવામાં યોગદાન આપ્યું છે.

પંકજ આર. પટેલ
પટેલે વર્ષ 1976માં અમદાવાદની એલ.એમ. ફાર્મસી કૉલેજમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારપછી તેમણે આઈ.આઈ.એમ., અમદાવાદમાંથી પ્રબંધન અધ્યયનમાં કાર્યકારી અભ્યાસ પૂરો કર્યો તથા તેમને ડૉ. એપીજે અબ્દુલ કલામ તકનીકી વિશ્વવિદ્યાલય, લખનઉ દ્વારા ડી.એસસી.(માનદ પદવી)થી સન્માનિત કરવામાં આવ્યા. ભારતીય રિઝર્વ બૅન્કના કેન્દ્રીય બોર્ડમાં અંશકાલિક ગેર-આધિકારિક નિર્દેશક ઉપરાંત તેઓ ઇન્વેસ્ટ ઇન્ડિયા અને બ્રિક્સ (BRICS) બિઝનેસ કાઉન્સિલના સભ્ય પણ છે.
1976માં કૅડિલા લૅબોરેટરીઝથી પોતાની કારકિર્દીની શરૂઆત કરીને શ્રી પટેલ કંપનીના કાર્યકારી નિર્દેશક બન્યા. 1995માં તેઓ કૅડિલા હેલ્થકેર અને ઝાયડસ ગ્રૂપના પ્રબંધ નિર્દેશક બન્યા. એમના નેતૃત્વમાં ઝાયડસ દુનિયાના 85 દેશોમાં ઉપસ્થિતિ સાથે એક વૈશ્વિક અનુસંધાન સંચાલિત દવા-કંપની બની ગઈ. કંપની વર્ષ 2000માં એક સાર્વજનિક સૂચિબદ્ધ યુનિટ બની ગઈ તથા શ્રી પટેલ બોર્ડના અધ્યક્ષ બન્યા. તેઓ ઝાયડસ ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ છે, જે આજીવિકા અને સતત વિકાસના સંવર્ધન માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, નવાચાર અને સામુદાયિક આઉટરીચ પહેલનાં ક્ષેત્રોમાં કામ કરે છે. એમણે પીયર-રિવ્યૂડ જર્નલ્સમાં ઘણાં શોધપત્રો પ્રકાશિત કર્યાં છે અને તેઓ ઘણા પૅટન્ટમાં સહ-આવિષ્કારક છે.
શ્રી પટેલે વિજ્ઞાન, સ્વાસ્થ્ય અને નવાચારમાં પોતાની વિશેષજ્ઞતાનું યોગદાન આપીને સ્વાસ્થ્યસેવા ક્ષેત્રને આગળ વધાર્યું. તેઓ ગુજરાત કૅન્સર સોસાયટીમાં કાર્યકારી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને ટ્રસ્ટીનાં પદો પર કાર્યરત છે અને ગુજરાત કૅન્સર અને અનુસંધાન સંસ્થાના અધ્યક્ષ પણ છે. તેઓ ગુજરાત કૅન્સર સોસાયટી (જી. સી. એસ.) મેડિકલ કૉલેજ હૉસ્પિટલના ટ્રસ્ટી છે તથા ગુજરાત કૅન્સર અને અનુસંધાન સંસ્થા, ક્ષેત્રીય કૅન્સર કેન્દ્રના અધ્યક્ષ છે. દાહોદ સ્થિત ઝાઇડસ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ (ઝેડ.એમ.સી.એચ.) પૂર્વ ગુજરાત તથા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પાડોશી જિલ્લાઓમાં જનજાતીય અને વંચિત લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી તૃતીયક સ્વાસ્થ્યસેવાઓ પ્રદાન કરે છે. એક સંસ્થા નિર્માતાના રૂપમાં શ્રી પટેલે ભારતભરમાં દેશની ઘણી અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ, ખાસ કરીને ભારતીય પ્રબંધન સંસ્થાન (આઈ.આઈ.એમ.), અમદાવાદ અને ઉદયપુરના બોર્ડ ઑવ્ ગવર્નર્સના અધ્યક્ષના રૂપમાં તથા કમલા નહેરુ, પ્રૌદ્યોગિકી સંસ્થાન (કે. એન.આઈ.ટી.), સુલ્તાનપુરના સંચાલન મંડળના અધ્યક્ષના રૂપમાં એમના બોર્ડમાં કામ કરીને એમના વિકાસને આગળ વધાર્યો છે.
‘ઇનૉવેટ ઇન્ડિયા’ને માટે રૂપરેખા તૈયાર કરવામાં શ્રી પટેલનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે, જેમાં અપૂરતી સ્વાસ્થ્યસેવા જરૂરિયાતોને પૂરી કરવા માટે નવા રાસાયણિક એકમો, જૈવિક પદાર્થ, વૅક્સિન શરૂ કરવાનું વગેરે સામેલ થાય છે. સસ્તી દવાઓ સુધીની પહોંચ માટે એક યોદ્ધાના રૂપમાં આ નવાચારોએ કૅન્સર જેવી જૂની બીમારીઓથી પીડિત લાખો રોગીઓ માટે આશા ઊભી કરી છે. ઇનૉવેટિવ ઇન્ડિયા ગંભીર યકૃત રોગોથી પીડિત 15 લાખથી વધુ રોગીઓ માટે એક મહત્ત્વપૂર્ણ ઉપચાર તરીકે નવી દવા, લિપાગ્લિનને પહેલી વાર બજારમાં લાવનાર ભારતની પહેલી પ્રયોગશાળા છે. ઑક્સીમિયા (ડેસિડુસ્ટૈટ), ઇંજેક્ટેબલ એરિથ્રોપોઇટિન – ઉત્તેજક એજન્ટોને માટે એક પ્રથમ શ્રેણીનો વિકલ્પ છે, જે ભારતમાં સીકેડીપ્રેરિત એનીમિયા રોગીઓ માટે એક વરદાન છે. મહામારી દરમિયાન ‘રાષ્ટ્ર પ્રથમ’નું ઉદાહરણ આપતાં વર્ષ 2009–10ની મહામારી દરમિયાન એચ.1.એન.1. (H1N1) ફ્લૂ માટે ભારતની પહેલી રસી એમના માર્ગદર્શન હેઠળ લૉન્ચ કરવામાં આવી હતી. કોવિડ મહામારી દરમિયાન રોગીઓને સૌથી સસ્તો ઉપચાર ઉપલબ્ધ કરાવ્યો. પ્લગ ઍન્ડ પ્લે તકનીકવાળી દુનિયાની પહેલી પ્લાસ્મિડ ડીએનએ વૅક્સિન, ઝેડ.વાઈ.સી.ઓ.વી.–ડીને એમના વિઝન દ્વારા આકાર આપવામાં આવ્યો.
શ્રી પટેલને ઘણાં પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત થયાં છે. વર્ષ 2018માં અમેરિકન કૉલેજ ઑવ્ ક્લિનિકલ ફાર્માકોલૉજીના દક્ષિણ એશિયાઈ વિભાગે એમને ડ્રગ ડિસ્ક્વરી અને ડેવલપમેન્ટ ઍવૉર્ડમાં નેતૃત્વથી સન્માનિત કર્યા. એમને આચાર્ય પી. સી. રે. મેમોરિયલ ગોલ્ડ મેડલ ઍવૉર્ડ અને પ્રખ્યાત ફાર્માસિસ્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. વર્લ્ડ ફાર્માસ્યૂટિકલ ફ્રન્ટિયર્સે એમને ફાર્મા 40માં સ્થાન આપ્યું જેનાથી એમને સ્વાસ્થ્યસેવામાં દુનિયાની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એકના રૂપમાં માન્યતા મળી. આ ઉપરાંત એમને ભારતીય દવા- ઉદ્યોગમાં તેમના આજીવન યોગદાન માટે ઘણા પુરસ્કારો મળ્યા છે.
પૂરવી ઝવેરી